36 લાખ રૂપિયા જીતવાની સોનેરી તક છે તમારી પાસે! બસ ફોનમાં કરો આ કામ

News18 Gujarati
Updated: January 6, 2020, 10:46 AM IST
36 લાખ રૂપિયા જીતવાની સોનેરી તક છે તમારી પાસે! બસ ફોનમાં કરો આ કામ
ફોનમાં આ કામ કરી તમે પણ કમાવી શકો છો રૂપિયા

  • Share this:
ભારતમાં લેવડ-દેવણ માટે UPI ઝડપથી પોપ્યુલર થઇ રહ્યું છે. રિપોર્ટ મુજબ દર મહિને હવે UPI દ્વારા 1 અરબ ટ્રાન્જેશન થાય છે. જેમાં ફિચર ફોન દ્વારા 1 લાખથી પણ ઓછું ટ્રાંજેક્શન થાય છે. ફિચર ફોનથી પેમેન્ટ કરતી વખતે યુઝર્સને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે મનાય છે કે લોકો આવા ફોનથી ટ્રાજેક્શન કરવાનું ટાળે છે.

એટલું જ નહીં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પણ દાવો કર્યો છે કે ફિચર ફોનથી *99#ડાયલ કરી બહુ ઓછી પૈસાની લેવડ દેવડ થાય છે. પેમેન્ટ માટે ફિચર ફોનની મુશ્કેલીઓ દૂર કરવા અને આ કામને સરળ બનાવવા માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને NPCI સાથે કરાર કર્યા છે.

ગ્રાન્ડ ચેલેન્જ પેજ


બિલ ગેટ્સે 'Grand Challenge Payments Using Feature phones' નામની એક ચેલેન્જ રાખી છે. જેમાં દુનિયાભરના સ્ટાર્ટ અપ કે કોઇ પણ વ્યક્તિ ભાગ લઇને ફિચર ફોનમાં ડિજિટલ પેમેન્ટને લઇને આવનારી મુશ્કેલીઓને ઠીક કરનારે ઇનામ આપશે.


ચેલેન્જ માટે બનાવેલા વેબ પોર્ટલ મુજબ, પાર્ટિસિપેટ કરનાર લોકોને ફિચર ફોનથી પેમેન્ટને સરળ બનાવવું પડશે. અને લેવડ દેવડના અનુભવને સારો કરવો પડશે. સાથે જ તેવા ઉપાયો કરવા પડશે જેથી સિક્યોરિટી ફિચર અને લેવડ દેવડમાં કોઇ મુશ્કેલી ના આવે અને ઓટોમેટિક રીતે આ વસ્તુ શક્ય બની શકે. આ તમામ વાતો પર ખરેખરમાં પુરવાર કરનાર વિજેતાને બિલ ગેટ્સ 36 લાખ રૂપિયા ઇનામ આપશે.કેવી રીતે કરવું એપ્લાય?
આમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2020 છે. શોર્ટલિસ્ટ થયેલા પાર્ટિસિપેન્ટને NPCI APIsનો એક્સેસ અપાશે. તે પછી બનાવેલા ટેક્નિકલ પેરામીટરનો ઉપયોગ કરીને ફિચર ફોનથી પેમેન્ટ સિસ્ટમની ખામીઓ ઠીક કરવાની રહેશે. વિજેતાની જાહેરાત 14 માર્ચ 2020નો કરાશે. તેમાં ત્રણ વિજેતા પસંદ કરવામાં આવશે, પહેલું ઇનામ 50 હજાર ડૉલર એટલે કે લગભગ 35,84,275 રૂપિયા, બીજું ઇનામ 21,50,565 રૂપિયા અને ત્રીજું ઇનામ 14,33,710 રૂપિયાનું રાખવામાં આવ્યું છે.
First published: January 6, 2020, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading