ન્યૂઝ18 ગુજરાતી: સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતા લોકો માટે એક ખાસ સમાચાર સામે આવી રહ્યાં છે કે, ત્રણ મહત્વની એપ્લિકેશનનું મર્જર થશે. સોશિયલ મીડિયાની મહત્વની એપ્લિકેશન ફેસબુક મેસેન્જર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામનું મર્જર થશે. જેના કારણે દુનિયાના 2.6 અબજ યુઝર્સ એક જ પ્લેટફોર્મ પર સાથે જોડાશે.
અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે આ સૌથી મોટા મર્જરનો અહેવાલ રજૂ કર્યો હતો. ફેસબુકના માલિક ઝકરબર્ગે તેની માલિકીની ત્રણેય એપ્લિેશનને મર્જ કરવાનું નક્કી કર્યું છે. જ્યારે અખબારના અહેવાલ પ્રમાણે, ફેસબુકે આ કામગીરી શરૂ પણ કરી દીધી છે. જ્યારે કહેવાય છે કે, મર્જર 2019ના અંતમાં શરૂ થશે અને 2020ની શરૂઆતમાં આ કામગીરી પૂર્ણ થશે.
મહત્વની વાત એ છે કે, આ મર્જર બાદ ત્રણેય એપ્લિકેશન સ્વતંત્ર્ય રીતે કામ કરશે. પરંતુ ત્રણેય પ્લેટફોર્મના યુઝર્સ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ થઇ શકશે. આ મર્જર દુનિયા માટે અતિ મહત્વનું એટલા માટે સાબિત થશે કે, દુનિયાની 35% વસ્તી આ ત્રણ પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે. જેની માહિતી એક જ વ્યક્તિના હાથમાં આવી જશે.
આ મર્જર બાદ સૌથી મહત્વનો મુદ્દો પ્રાઇવસીનો સામે આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી ફેસબુક ડેટા લિક મામલે ભારે વિવાદ થઇ રહ્યો છે. આવામાં ફેસબુક દ્વારા પ્રાઇવસી જાણવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફેસબુક પર 1.2 અબજ, ઇન્સ્ટાગ્રામ પર 30 કરોડ અને વોટ્સએપ પર 1.5 અબજ યુઝર્સ છે.
આ સૌથી મોટા મર્જરના લાભની વાત કરીએ તો, એક જ એપમાં લોગઇન થયા બાદ ત્રણેય એપમાં જઇ શકાશે. દુનિયાની આટલી મોટી વસ્તી એક જ પ્લેટફોર્મ પર ભેગી થશે અને યુઝર્સ એક જ પોસ્ટ દ્વારા ત્રણેય એપ સુધી પહોંચી જશે.
ઉપરાંત તેના કેટલાક ગેરફાયદામાં થઇ શકે છે. જેમ કે, એક જ એપમાં આપેલી અંગત માહિતી ત્રણેય એપ સુધી પહોંચશે. કોઇપણ પ્લેટફોર્મ યુઝર્સ બીજા પ્લેફોર્મના યુઝર્સને સરળતાથી શોધી શકશે. જ્યારે સૌથી મોટો જોખમ ડેટા સલામતીનો બની શકે છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર