Home /News /tech /

Xiaomiના આ સ્માર્ટફોનમાં સામે આવી છે મોટી ખામી, ઉડી જશે પૈસા! આવી રીતે કરો બચાવ

Xiaomiના આ સ્માર્ટફોનમાં સામે આવી છે મોટી ખામી, ઉડી જશે પૈસા! આવી રીતે કરો બચાવ

આ પ્રકારની ખામીથી કેવી રીતે બચી શકાય? Xiaomiએ આ ખામીને દૂર કરવા માટે એક સિક્યોરિટી પેચ જાહેર કર્યું છે (પ્રતિકાત્મક તસવીર)

Tech News : મીડિયા ટેકનો સૌથી વધુ ઉપયોગ Redmi અને Xiaomiના ફોનમાં કરવામાં આવ્યો છે. કંપનીના ટેસ્ટિંગ દરમિયાન એક કમી સામે આવી છે

Big Fault Found in Xiaomi Smartphone: શું તમે પણ Xiaomi નો Redmi Note 9T અને Redmi Note 11 ફોન યૂઝ કરો છો? જો તમે આ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે તેના લેટેસ્ટ સિક્યોરિટીઝ પેચને ડાઉનલોડ કરી લેવું જોઈએ. જો તમે આ પ્રકારે નથી કરતા તો કેટલાક બદમાશ લોકો તમને લાખોનું નુકસાન કરાવી શકે છે. આ સમગ્ર મામલા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. આ ફોલ્ટથી કેવી રીતે બચી શકાય છે, જુઓ આ લેખમાં.

ફોનમાં શું ફોલ્ટ છે?


જો તમને સ્માર્ટફોનના સોફ્ટવેર અને પાર્ટ્સ સાથે જોડાયેલ વસ્તુ વિશે થોડી જાણકારી છે, તો તમને MediaTek વિશે ખબર હશે. Redmi અને Xiaomiના ફોનમાં મીડિયા ટેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અન્ય ફોનમાં પણ તમને મીડિયા ટેક મળશે. મીડિયા ટેકનો સૌથી વધુ ઉપયોગ Redmi અને Xiaomiના ફોનમાં કરવામાં આવ્યો છે. કંપનીના ટેસ્ટિંગ દરમિયાન એક કમી સામે આવી છે. હેકર્સ તમારા ફોનને હેક કરીને અલગ અલગ પ્રકારે ફ્રોડ કરી શકે છે.

હેકર્સ કઈ રીતે મિસ યૂઝ કરી શકે છે?


ચેક પોઈન્ટ (Check Point)નું માનવામાં આવે તો ચીની સ્માર્ટફોન મેકર્સે Kinibi TEE (Trusted Execution Environment)નું એનેલિસિસ કર્યું તે દરમિયાન સિક્યોરિટીમાં આ મોટી ખામી સામે આવી છે. TEE ફોનના મેઈન પ્રોસેસરમાં એક સિક્યોરિટી એન્કલેવ હોય છે. જે સેન્સિટીવ ઈન્ફોર્મેશનને પ્રોસેસ અને સ્ટોર કરે છે. આ ફોનમાં જે ખામી સામે આવી છે, તેનાથી મોબાઈલ ફોનમાં પેમેન્ટ મિકેનિઝ્મ ડિસએબલ કરી શકાય છે.

આ પણ વાંચો - Tata Punch: ટાટા પંચ બની ગ્રાહકોની પહેલી પસંદ, SUVએ બનાવ્યો નવો રેકોર્ડ

આ કારણોસર તમને ખબર નહીં પડે


નિષ્ણાંતોનું માનવામાં આવે તો આ ખામી અહીં પૂર્ણ થતી નથી. પેમેન્ટ મિકેનિઝ્મને ડિસએબલ કર્યા બાદ સાઈબર ક્રિમિનલ્સ એંડ્રોઈડ એપ્લિકેશનની મદદથી સરળતાથી બોગસ પેમેન્ટ કરી શકે છે. તમારા ફોનમાં એંડ્રોઈડ એપ્લિકેશન ઈન્સ્ટોલ ઠગબાજ આ ષડયંત્ર પાર પાડે છે. તમે કદાચ એવું વિચારી રહ્યા હશો કે, એપ ઈન્સ્ટોલ થશે તો તમને તે વાતની ખબર પડી જશે, પરંતુ તમને આ વાતની ખબર નહીં પડે. ઠગબાજ એક ટ્રસ્ટેડ એપ્લિકેશનને આ નવી એપ્લિકેશનથી રિપ્લેસ કરી શકે છે. તમને તે વાતની ખબર પણ નહીં પડે.

તમે આ પ્રકારે બચી શકો છો


આ પ્રકારની ખામીથી કેવી રીતે બચી શકાય? Xiaomiએ આ ખામીને દૂર કરવા માટે એક સિક્યોરિટી પેચ જાહેર કર્યું છે. તમારે તાત્કાલિક અનપેચ્ડ વર્ઝનને ડાઉનગ્રેડ કરવાનું રહેશે. કંપની જણાવે છે કે, આ ખામીને દૂર કરી દેવામાં આવી છે. તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જો તમે તમારા ફોનમાં હજુ સુધી સિક્યોરિટી પેચ ડાઉનલોડ નથી કર્યું, તો તાત્કાલિક તેને ડાઉનલોડ કરી લો. આ પેચ તમારા ફોનમાં સેટીંગમાં ફોન અપડેટ સેક્શનમાં જોવા મળશે.
First published:

Tags: Tech, Xiaomi Phone

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन