ફૌજી ગેમમાં ભારત-ચીન સરહદ પર ગલવાન ઘાટીની પણ ઝલક જોવા મળશે. જ્યાં યૂઝર્સ સ્ક્વોડનો ભાગ બનીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકશે અને સરહદની સુરક્ષા કરી શકશે
નવી દિલ્હી : મેડ ઇન ઇન્ડિયા ગેમ FAU-G આખરે લોન્ચ થવા માટે તૈયાર છે. nCORE Gamesની FAU-G ગેમની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં તેને 26 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ગેમની તારીખ સાથે તેને મેકર્સ તેનું ટ્રેલર પણ રજુ કર્યું છે. જેમાં લદ્દાખ પ્રકરણની ઝલક જોવા મળી રહી છે. જેમાં ભારતીય સૈનિક PLA ટ્રૂપ્સ સામે જોવા મળે છે. જાણકારી માટે બતાવી દઇએ કે FAU-G ગેમની જાહેરાત લગભગ 4 મહિના પહેલા કરવામાં આવી હતી. તેનું પ્રી રજિસ્ટ્રેશન ગત વર્ષે નવેમ્બરમાં શરૂ થયું હતું. આ ગેમ એટલી લોકપ્રિય થઈ હતી કે પ્રી રજિસ્ટ્રેશનના 24 કલાકની અંદર જ લગભગ 10 લાખ લોકોએ તેનું રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું.
બેંગલુરુ બેસ્ડ nCORE Games ડેવલપર્સે FAU-G લોન્ચ ડેટની જાહેરાત કરતા કહ્યું કે આગામી 26 જાન્યુઆરીએ આ બહુપ્રતીક્ષિત ગેમ એપ લોન્ચ કરી દેવામાં આવશે અને લોન્ચ પછી તરત જ એન્ડ્રોઇડ યૂઝર્સ તેને પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકશે. જ્યારે એપલ એપ સ્ટોર પર ફૌજીને ક્યારે અપલોડ કરવામાં આવશે તે વિશે હાલ કોઈ ખાસ જાણકારી મળી નથી.
What will you do when they come? We will hold our ground & fight back, because we are Fearless. United. Unstoppable FAU:G! Witness the anthem FAU:G! #FAUG#nCore_Games
ટ્રેલરમાં જોવા મળતી ગેમની ઝલક ઘણી પાવરફૂલ જોવા મળી રહી છે. જેમાં 14,000 ફૂટની ઉંચાઇ પર 34.7378 ડિગ્રી નોર્થ 78.7780 ડિગ્રી ઇસ્ટ અને માઇનસ 30 ડિગ્રી તાપમાનમાં લદ્દાખમાં LACની નજીક ભારતીય સૈનિક પોતાના શૌર્યનું પ્રદર્શન કરતા જોવા મળી શકે છે. સાથે વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક મ્યૂઝિક પણ સંભળાઇ રહ્યું છે.
ગ્રાફિક્સ અને એમિનેશન ઘણા જોવા મળી રહ્યા છે. ફૌજી ગેમમાં ભારત-ચીન સરહદ પર ગલવાન ઘાટીની પણ ઝલક જોવા મળશે. જ્યાં યૂઝર્સ સ્ક્વોડનો ભાગ બનીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકશે અને સરહદની સુરક્ષા કરી શકશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર