Home /News /tech /ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

ભારતમાં લૉન્ચ થઈ એક્શન ગેમ FAU-G, જાણો ફોનમાં ડાઉનલોડ કરવાની રીત અને તેના ખાસ ફીચર્સ

Fau-G ગેમને અક્ષય કુમાર પ્રમોટ કરી રહ્યો છે, લદાખમાં ચીની ઘૂસણખોરીની સામે લડાઈ લડી શકશો

Fau-G ગેમને અક્ષય કુમાર પ્રમોટ કરી રહ્યો છે, લદાખમાં ચીની ઘૂસણખોરીની સામે લડાઈ લડી શકશો

FAU-G ગેમ અંતે ભારતમાં લૉન્ચ (Fau-G Launch in India) થઈ ગઈ છે. આતુરતાથી જેની રાહ જોવાઈ રહેલી આ ગેમને nCORE ગેમિંગ નામની ભારતીય કંપનીએ બનાવી છે, જેને ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store)થી ડાઉનલોડ કરી શકાય છે. આ એક દેશી એક્શન ગેમ છે, જે સિંગલ પ્લેયર મોડની સાથે આવે છે. હાલ આ ગેમને માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ (Android Users) માટે રજૂ કરવામાં આવી છે, જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધી તેને iOS વર્ઝનમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ ગેમને બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) પ્રમોટ કરી રહ્યો છે. એક્ટરે આ ગેમની ડાઉનલોડ લિંક પણ શૅર કરી છે.

આ ગેમની સાઇઝ 460MBની છે. ભારતમાં FAU-Gને ભારતમાં ત્રણ ભાષાઓમાં લૉન્ચ કરવામાં આવી છે. આ ગેમ હાલ અંગ્રેજીની સાથે હિન્દી અને તમિલ ભાષામાં પણ રજૂ કરવામાં આવી છે. ડેવલપર્સનું કહેવું છે કે આ ગેમ ટૂંક સમયમાં બીજી ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો, રાજપથ પર રાફેલ ફાઇટર પ્લેને દર્શાવ્યું વર્ટિકલ ચાર્લી ફોર્મેશન, જાણો શું છે તેમાં ખાસ

સિંગર પ્લેયર મોડની સાથે આવે છે GAME

આ ગેમ સિંગલ પ્લેયર મોડમાં રિલીઝ કરવામાં આવી છે, પરંતુ ટૂંક સમયમાં તેના રોયલ બેટલ મોડ અને મલ્ટી યૂઝર મોડ પણ જોવા મળશે. FAU-Gની ખાસ વાત એ છે કે તેમાં લદાખમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકોની લડાઈ હશે. આ ગેમના માધ્યમથી તમે લદાખમાં ચીની ઘૂસણખોરીની વિરુદ્ધ લડાઈ લડી શકશો. ગેમની શરૂઆત થતાં જ તેમાં હાલ ત્રણ કેરેક્ટર મળી રહ્યા છે, જેમાં તમે પોતાની પસંદગી મુજબ સિલેક્ટ કરી શકો છો.

આ પણ વાંચો, વરૂણ ધવનની શર્ટલેસ ‘હલ્દી સેરેમની’, હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે PHOTO

FAU-G ગેમમાં હાલ ત્રણ મોડ Campaign, Team Deathmatch અને Free for All આપવામાં આવ્યા છે. જોકે હજુ nCore Games ગેમર્સને માત્ર કેમ્પેન મોડ ઓફર કરી રહી છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે, જેના માટે આપને FAU-G ટાઇપ કરવાનું રહેશે. જો આપે પહેલાથી જ પ્રી-રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો પ્ચણ આપને આ પ્રકારથી ડાઉનલોડ કરવું પડશે.
First published:

Tags: Android, Game, IPhone, Play Store, Republic Day 2021, અક્ષય કુમાર, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો