Home /News /tech /Fastrack Reflex 3.0 Review: બેઝિક ફિટનેસ ટ્રેકર તરીકે આ બેન્ડ ખરીદવો જોઇએ કે નહીં?

Fastrack Reflex 3.0 Review: બેઝિક ફિટનેસ ટ્રેકર તરીકે આ બેન્ડ ખરીદવો જોઇએ કે નહીં?

ફાસ્ટ્રેકની નવી વોચ તમારા માટે કામની છે કે નહીં

Fastrack Reflex 3.0: રિફ્લેક્સ 3.0ના વર્કઆઉટ મોડ્સમાં ઘણી એક્યુરેસી જોવા મળે છે. તે યુઝર્સને કેટલો સમય વર્કઆઉટ કર્યું, તેઓએ કેટલી કેલરી બર્ન કરી અને વર્કઆઉટ દરમિયાન (Fitness Tracker) તેમના સરેરાશ હૃદયના ધબકારા શું હતા તે સહિતની બાબતો નોંધે છે. રિફ્લેક્સ 3.0ને IP68 રેટિંગ મળેલ છે. જેથી તમે તમારા ડિવાઇસને પરસેવાથી નુકસાન થવાની ચિંતા કર્યા વિના વર્કઆઉટ્સ કરી શકો.

વધુ જુઓ ...
ટેક ઈન્ડસ્ટ્રીમાં ફિટનેસ ટ્રેકરનો વ્યાપ વધતો જાય છે. પહેરી શકાય તેવા ડિવાઇસ આપણે ધાર્યા કરતાં પણ વધુ સ્માર્ટ થઈ ગયા છે. વર્તમાન સમયે બજારમાં સ્ટેપ અને હાર્ટ રેટની ગણતરી કરતી અનેક સ્માર્ટવોચ મળે છે. પરંતુ ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો ફિટનેસ ટ્રેકરને પસંદ કરે છે. દોડતી વખતે કે વર્કઆઉટ કરતી વખતે તમારા કાંડે બાંધેલી સ્માર્ટવોચ તમને અકળાવી શકે છે. ફિટનેસ બાબતે ફિટનેસ ટ્રેકર્સ સ્માર્ટવોચ કરતા વધુ ફાયદો કરાવે છે. તેમનું ધ્યાન સંપૂર્ણ રીતે ફિટનેસ બાબતે સુવિધા ઉપર કેન્દ્રિત હોય છે.

અલબત્ત, તમામ ફિટનેસ ટ્રેકર્સ પર એક્યુરેસી, પ્રોડક્ટની ગુણવત્તા અને ડેટા સ્ટોરેજ પદ્ધતિઓ બાબતે વિશ્વાસ કરી શકાય નહીં.ફિટનેસ ટ્રેકર્સની દ્રષ્ટિએ ફિટબિટ માર્કેટ લીડર હોવાનું કહેવાય છે. ફિટબિટે જ આ કેટેગરીની શરૂઆત કરી હતી અને તેને લોકપ્રિય બનાવી હતી. જોકે, હવે આ સેક્ટરમાં વધુને વધુ નવી બ્રાન્ડ્સને પ્રવેશતા જોઈ શકાય છે. જેના કારણે પ્રોડક્ટની બહોળી રેન્જ મળી જાય છે.

ટાઈટનની માલિકીની ફાસ્ટ્રેક પણ આ સેગમેન્ટમાં આગળ વધી રહી છે. ફાસ્ટ્રેકની રિફ્લેક્સ (Reflex) 3.0 આ વર્ષની શરૂઆતમાં ભારતીય બજારમાં 2,199 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. અહીં તેના વિશે રિવ્યુ આપવામાં આવ્યો છે. જેમાં તેના સારા અને ખરાબ પાસાને વણી લેવાયા છે.

આ પણ વાંચો-Volkswagen Taigun ભારતમાં લોન્ચ, મિડ સાઈઝ SUVનાં ફિચર્સ છે જોરદાર, પ્રી- બુકિંગ થયુ શરૂ

• ડિઝાઈન

ફાસ્ટ્રેક રિફ્લેક્સ 3.0 તમારા પરંપરાગત ફિટનેસ ટ્રેકરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 1 ઇંચની લંબચોરસ TFT ટચ સેન્સેટિવ ડિસ્પ્લે છે. આ મોડેલ હાર્ટ રેટ સેન્સર, સ્ટેપ કાઉન્ટર, સ્લીપ ટ્રેકિંગ, વિવિધ વર્કઆઉટ મોડ્સ અને બ્રીધિંગ આસિસ્ટ જેવા અનેક ફીચર્સ સાથે આવે છે.

ડિઝાઇનની દ્રષ્ટિએ આ મોડેલ સિલિકોન બેલ્ટ અને લંબચોરસ ડિસ્પ્લે સાથે આવે છે. ડિસ્પ્લેની નીચેની સાઈડ ડોટેડ પેટર્ન છે. સ્ટ્રેપમાં ટોપ પર ફાસ્ટ્રેકનું બ્રાન્ડિંગ પણ છે. તે અન્ય ફિટનેસ ટ્રેકર જેવું લાગે છે. ફાસ્ટ્રેક રિફ્લેક્સ 3.0માં હોમ બટન ક્યાં છે તે બતાવતું નથી. આ બાબતે યુઝર્સને અકળાવી શકે છે. હોમ બટન ડિસ્પ્લેની એકદમ નીચે અપાયું છે. પરંતુ તેની જાણ કરવા માટે કોઈ માર્ક નથી.

ફાસ્ટ્રેક રિફ્લેક્સ 3.0માં TFT ડિસ્પ્લે મળે છે અને તે સારી રીતે જોવા માટે પૂરતી બ્રાઇટ પણ છે. 2021માં ખૂબ સારી ટચ પેનલ આપી છે. જેથી રિફ્લેક્સમાં ડિસ્પ્લે પર ટચની સુવિધા જોઈએ તેટલી સારી અનુભવાતી નથી. જોકે, થોડા દિવસના ઊપયોગ બાદ તેની આદત પડી જશે.ફિચરમાં શું શું મળે છે?

ફાસ્ટ્રેક રિફ્લેક્સ 3.0માં 24×7 હાર્ટ રેટ મોનિટરિંગ, સ્ટેપ કાઉન્ટર, સ્લીપ ટ્રેકિંગ, મલ્ટિપલ વર્કઆઉટ મોડ્સ સહિતની ઘણી સુવિધાઓ મળે છે. ફાસ્ટ્રેક રિફ્લેક્સ 3.0 પર હૃદયના ધબકારાનું મોનિટર એકદમ સચોટ કરે છે. આ માપવા માટે હોસ્પિટલમાં ઇસીજી મશીનના રિઝલ્ટની સરખામણી તેની સાથે કરી હતી. જેમાં બંને સમાન પરિણામ આપતા હોવાનું જાણવા મળ્યું હતી. રિફ્લેક્સ 3.0માં સ્ટેપ કાઉન્ટર પણ સચોટ છે. જે યુઝર્સના સ્ટેપ્સની ગણતરી કરે છે.

આ પણ વાંચો-ઓક્ટોબરમાં હોન્ડા લોન્ચ કરશે એક્ટિવાનાં નવાં વેરિઅન્ટ, જાણો નવાં ફિચર્સ

રિફ્લેક્સ 3.0ના વર્કઆઉટ મોડ્સમાં ઘણી એક્યુરેસી જોવા મળે છે. તે યુઝર્સને કેટલો સમય વર્કઆઉટ કર્યું, તેઓએ કેટલી કેલરી બર્ન કરી અને વર્કઆઉટ દરમિયાન તેમના સરેરાશ હૃદયના ધબકારા શું હતા તે સહિતની બાબતો નોંધે છે. રિફ્લેક્સ 3.0ને IP68 રેટિંગ મળેલ છે. જેથી તમે તમારા ડિવાઇસને પરસેવાથી નુકસાન થવાની ચિંતા કર્યા વિના વર્કઆઉટ્સ કરી શકો.અહીં ઉલ્લેખનીય છે કે, ફિટનેસ ટ્રેકર પરની બેઝિક સુવિધાઓ એકદમ સારી રીતે કામ કરે છે, પરંતુ ઘણા ફીચર બિલકુલ સચોટ નથી. ઉદાહરણ તરીકે સ્લીપ ટ્રેકર. લાંબા સમય સુધી ઉપયોગ કર્યા છતાં સ્લીપ ટ્રેક કરવામાં આ ફીચર થાપ ખાઈ જાય છે. આ ઉપરાંત ફિટનેસ બેન્ડ પર નોટિફિકેશન પણ ન જોવા મળતી હોવાથી યુઝર્સને તકલીફ પડે છે.

ફાસ્ટ્રેક રિફ્લેક્સ 3.0 ફાસ્ટરેક રિફ્લેક્સ નામની એપ્લિકેશન દ્વારા કામ કરે છે. એપ્લિકેશન સારી છે અને ખૂબ મર્યાદિત ફિટનેસ ટ્રેકરનો ઉપયોગ કરે છે. જેથી તે થોડી વધુ સીમલેસ છે. એપ્લિકેશન યુઝર્સ તેમના ફિટનેસ ટ્રેકરને સ્માર્ટફોન સાથે જોડવા અને સિન્ક કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત યુઝર્સ એપ્લિકેશનમાં સેટિંગ્સ, વોચ ફેસ, અને નોટિફિકેશન ચાલુ/બંધ પણ કરી શકે છે.

આ પણ વાંચો-આજથી ભારતમાં iPhone 13 નો સેલ શરુ , જાણો કિંમત, ઓફર્સ અને કેશબેક ડિટેલ્સ

એકંદરે તમે બેઝિક ફિટનેસ ટ્રેકર તરીકે રિફ્લેક્સ 3.0ને ખરીદી શકો છો. સ્ટેપ-કાઉન્ટર હતી ખૂબ સચોટ ફીચર છે. બીજી તરફ ટચ સેન્સેટિવ, સ્લીપ ટ્રેકિંગ અને નોટિફિકેશન જેવા ઘણા ફિચરમાં તકલીફ નિરાશા મળે છે. રિફ્લેક્સ 3.0 તેના પ્રાઈઝ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ફિટનેસ ટ્રેકર નથી. તે ખૂબ મર્યાદિત યુઝર એક્સપિરિયન્સ આપે છે. યુઝર્સ Xiaomi, OnePlus અને GoQiiના વિકલ્પ તરફ નજર દોડાવી શકે છે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ  | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Fastrack, News18 Review, Tech Review

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો