હવે 10 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે ઇલેકટ્રિક કાર, ચાલશે 480 કિ.મી

ઇલેકટ્રિક કાર

યુએસ વૈજ્ઞાનિકોએ કે 10 મિનિટમાં ઇલેક્ટ્રિક કાર (Electric Car)ની બેટરી ચાર્જ કરવા માટે ટેકનીક વિકસાવનાનો દાવો કર્યો છે.

 • Share this:
  ઇલેક્ટ્રિક વાહન (Electric Car) અંગે સામાન્ય માણસના મનમાં સૌથી મોટો ડર તેના ચાર્જિંગ વિશે છે. સૌ પ્રથમ ભારતમાં કાર ચાર્જિંગ સ્ટેશન (Charging Station) નેટવર્ક નથી. લોકો ઘરે કાર ચાર્જિંગ ઇન્સ્ટોલ કરે છે, તો તે કારની બેટરી ચાર્જ કરવામાં ઘણો સમય લે છે. ઘણી કારની બેટરી સંપૂર્ણ ચાર્જ કરવામાં 7-8 કલાક લે છે. હવે આ તમામ ચિંતાઓ દૂર કરવા માટે એક સારા સમાચાર આવ્યા છે. યુએસ વૈજ્ઞાનિકોએ કે 10 મિનિટમાં ઇલેક્ટ્રિક કારની બેટરી ચાર્જ કરવા માટે ટેકનીક વિકસાવનાનો દાવો કર્યો છે.

  યુ.એસ. માં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે લિથિયમ આયન બેટરી વિકસિત કરવાની છે જે ફક્ત 10 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. એલિવેટેડ તાપમાને બેટરી ચાર્જ કરવાની ટેકનીકી આમકરવું શક્ય બનાવ્યું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ઇલેક્ટ્રિક કાર તેમની ચાર્જ કરવામાં આવેલી બેટરીથી 480 કિલોમીટર દૂર દોડી શકે છે.

  આ પણ વાંચો: દિવાળી પર ફોન ખરીદી શક્યા નથી તો ચિંતા ના કરો, અહીં મળે છે ડિસ્કાઉન્ટ

  પેન્સિલ્વેનીયા સ્ટેટ યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ ચાઓ-યાંગ વાંગે જણાવ્યું હતું કે સંશોધન દરમિયાન પ્રયોગાત્મક બેટરીનું તાપમાન ચાર્જ દરમિયાન વધારીને 60 ° સેલ્સિયસ કરવામાં આવ્યું હતું અને પછી ઉપયોગ દરમિયાન ઓછું કરવામાં આવ્યું હતું. વાંગે દાવો કર્યો હતો કે તેની વિકસિત બેટરી સામાન્ય લિથિયમ આયન બેટરી કરતા પણ લાંબી ટકી શકે છે. આ બેટરીની લાઇફ 2500 ચાર્જિંગની છે.  સંશોધનકારોએ કહ્યું કે આ ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ શોધ છે. ચાર્જિંગના તણાવને દૂર કર્યા પછી સામાન્ય લોકો ઝડપી ગતિએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શરૂ કરી શકશે. વૈજ્ઞનિકોએ કહ્યું કે તેઓ ચાર્જિંગ સમયને 10 થી 5 મિનિટ ઘટાડવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. તેને આ પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત થવાની દરેકને આશા છે.  આ શોધ એવા સમયે થઈ છે જ્યારે લિથિયમ આયન બેટરીના શોધકોને તાજેતરમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. લિથિયમ આયન બેટરી 1985 માં પ્રથમ બનાવવામાં આવી હતી. હવે તેમનો વ્યાવસાયિક ઉપયોગ મોટા પાયે વિશ્વભરમાં થઈ રહ્યો છે.
  Published by:Bhoomi Koyani
  First published: