Home /News /tech /

NaMo App બની શોપિંગ પ્લેટફોર્મ, BJP સાથે જોડાયેલી દરેક વસ્તુ મળશે

NaMo App બની શોપિંગ પ્લેટફોર્મ, BJP સાથે જોડાયેલી દરેક વસ્તુ મળશે

નમો એપ ઉપરની વસ્તુઓ

NaMo App હવે ઇકોમર્સ પ્લેટફોર્મ બની રહ્યું છે. 2019ની ચૂંટણી જોતા હવે નવો એપ ઉપર ત્રણ ફીચર જોડાયા છે.

    NaMo App હવે ઇકોમર્સ પ્લેટફોર્મ બની રહ્યું છે. 2019ની ચૂંટણી જોતા હવે નવો એપ ઉપર ત્રણ ફીચર જોડાયા છે. જેમાં ઓનલાઇન શોપિંગ મહત્વનું ફિચર્સ છે. આ ઉપરાંત લોકો ટી-શર્ટ, ટોપી, પેન અને નોટબુક જેવી વસ્તુઓ પણ ખરીદી શકાશે. આ સેવા પીએમ મોદીના 68માં જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરે શરુ કરવામાં આવી છે.

    NaMo App ઉપર વેચાનારી બધી જ વસ્તુઓ પ્રિન્ટેડ હશે. આ ઉપર પીએમ મોદીના અભિયાનને લગતા સ્લોગન લખેલા છે. જેવા કે નમો અગેઇન, મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિયા મોડિફાઇડ. આ દરેક ચીજોની કિંમત 150 રૂપિયાથી રૂ.500 સુધી રાખવામાં આવી છે.

    યુવાનો ઉપર ખાસ ફોકસ

    બીજેપી આઇટી સેલના ચીફ અમિત માલવીયે કહ્યું હતું કે, મોદી એપ ઉપર વેચાનારી દરેક ચીજો યુવાઓની પસંદને ધ્યાનમાં રાખીને બનાવી છે. તેમણે જણાવ્યું કે, આ એપ થકી એકઠા થયેલા પૈસાને સ્વચ્છ ગંગા મિશનમાં ઉપયોગમાં લેવાાં આવશે. નમો એપથી સામાન વેચવા માટે ફ્લાઇકાર્ટ નામનું નવું હોસ્ટિંગ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, હોસ્ટિંગ પ્લેટફોર્મ દિલ્હીની એક કંપની ફિરકી હોસલેસ પ્રાઇવેટ લિમિટેડની એક બ્રાન્ડ છે. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં થોડો જ સમય રહી ગયો છે. એકવાર ફરીથી મોદીનો માહોલ બનાવવા માટે નમો એપ ઉપર નવી નવી સેવાઓ શરૂ કરાઇ રહી છે.

    કયા છે બીજા બે ફીચર્સ?

    આ ઉપરાંત નમો એપ ઉપર બે અન્ય ફીચર પણ જોડવામાં આવે છે. જેના થકી બીજેપી કેમ્પેન થખી વોલેટીયર પણ જોડી શકાય છે. આ ઉપરાંત નાનું નાનું દાન પણ માંગી શકાય છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે લોકો નવી એપને કેમ્પેઇન ટૂલ તરીકે ઉપયોગ કરવામાં માગે છે. એટલા માટે ઉત્સાહને જોતા નમો એપમાં આ નવા ફીચર જોડાયા છે.

    નમો એપને અત્યાર સુધી દેશભરમાં 50 લાખથી વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. આ એપ થકી પીએમ મોદી સીધા જ જનતાથી જોડીને અલગ અલગ મુદ્દાઓ ઉપર વાત કરે છે. પરંતુ મોદી લહેર દેશભરમાં એક વખત ફરી કાયમ કરવા માટે આ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: 2019 election, Fans, Merchandise, Namp app, Selling, આદેશ, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन