Home /News /tech /નકલી iPhoneનું માર્કેટમાં થઈ રહ્યું છે ભરપૂર વેચાણ, આ સરળ રીતે કરો વાસ્તવિક આઈફોનની ઓળખ
નકલી iPhoneનું માર્કેટમાં થઈ રહ્યું છે ભરપૂર વેચાણ, આ સરળ રીતે કરો વાસ્તવિક આઈફોનની ઓળખ
નકલી આઇફોન બજારમાં ઉપલબ્ધ
Fake iPhone: એપલના ફોન વિશે એવા અહેવાલો પણ આવ્યા છે કે તેઓ બજારમાં ડુપ્લિકેટ મળી રહ્યા છે. ઘણા લોકો આનો શિકાર પણ બન્યા છે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારી સાથે આવું ન થાય. તો આવો જાણીએ કેવી રીતે ઓળખી શકાય કે તમારી પાસે જે iPhone છે તે નકલી નથી.
એપલ કંપની સ્માર્ટફોનની દુનિયામાં ઘણી લોકપ્રિય છે. એપલનો ફોન હાથમાં હોવો એ પણ એક સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ તેમાં કંઈ ખોટ નથી. લોકો આ કંપની પર આંધળો વિશ્વાસ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તાજેતરમાં જ તેના નકલી વર્ઝન પણ બજારમાં આવ્યા છે. લોકો સુવિધા માટે મોંઘા ફોન ખરીદે છે પરંતુ જો તે નકલી નીકળે તો તે કેટલુ ખોટો હશે. નકલી એપલ ફોનનો કારોબાર માત્ર માર્કેટમાં જ નથી, પરંતુ ઓનલાઈન સ્ટોર્સ પર પણ ફેલાયેલો છે. એપલના આ નકલી ફોન બિલકુલ અસલી ફોન જેવા લાગે છે, પરંતુ તે કંપની દ્વારા બનાવવામાં આવતા નથી.
જો તમને પણ શંકા છે કે કોઈએ તમારી સાથે છેતરપિંડી કરી છે, તો તમે ચેક કરી શકો છો કે તમારા હાથમાં રહેલો ફોન અસલી છે કે નકલી. સૌથી રસપ્રદ વાત એ છે કે તે મિનિટોમાં જાણી શકાશે.
આ રીતે એસલી નકલી નો ખેલ તપાસો
દરેક iPhone મોડલમાં IMEI નંબર હોય છે. સૌથી સહેલો રસ્તો ફોનમાં IMEI નંબર ચેક કરવાનો છે. આ માટે તમારે ફોનના સેટિંગમાં જવું પડશે, જ્યાં જનરલ પર ટેપ કર્યા પછી, અબાઉટ ઓપ્શન પર ટેપ કરતાની સાથે જ IMEI નંબર દેખાશે.
જો આ કર્યા પછી તમને IMEI અથવા સીરીયલ નંબર દેખાતો નથી, તો સમજી લો કે તમારો ફોન નકલી છે. તેનું સત્ય જાણવા માટે, તમે ઓપરેટિંગ સિસ્ટમ પણ ચકાસી શકો છો. ખરેખર, iPhones iOS પર ચાલે છે, જે Appleની ઓપરેટિંગ સિસ્ટમ છે. તે એન્ડ્રોઇડથી અલગ છે.