ક્યારેય ડાઉનલોડ ન કરો આ બેંકોની આવી એપ, ગાયબ થશે પૈસા!

IT સિક્યોરિટી ફર્મ Sophos લેબ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી આ એપ્સને યૂઝર્સ ડાઉનલોડ કરી રહ્યા છે.

IT સિક્યોરિટી ફર્મ Sophos લેબ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી આ એપ્સને યૂઝર્સ ડાઉનલોડ કરી રહ્યા છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : જો તમે પણ બેંકની મોબાઇલ એપ્લિકેશન મારફતે પૈસાની લેતી-દેતી કરી રહ્યા છો તો તમારે આ સમાચાર જાણવા જોઈએ. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર બેંકની ફેક એપ હયાત છે, જે લોકોનો ડેટા ચોરી રહી છે. સમાચાર પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), ICICI બેંક, Axis બેંક, સિટી બેંક સહિત બીજી મુખ્ય બેંકોની નકલી એપ ગ્રાહકોનો ડેટા ચોરી રહી છે. IT સુરક્ષા ફર્મ Sophos લેબ્સ તરફથી એક રિપોર્ટમાં આવી જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ બેંકોની નકલી એપ્લિકેશન Google Play પર હયાત છે.

  અસલી એપ જેવી હોય છે નકલી એપ

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નકલી એન્ડ્રોઇડ એપ્લિકેશનનો લોગો (Logo) અસલી બેંક જેવો જ હોય છે. આ જ કારણે ગ્રાહકોને નકલી અને અસલી એપ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નકલી એપ્લિકેશનના માધ્યમથી હેકરોએ અનેક ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરી લીધી છે.

  આ પણ વાંચો : SBI ક્રેડિટ કાર્ડથી OTP વગર નીકળ્યા પૈસા! બેન્કિંગ ફ્રોડથી આ રીતે બચો

  અમુક બેંકોએ શરૂ કરી તપાસ

  જોકે, બેંકોની કહેવું છે કે તેમને નકલી એપ્સ બાબતે કોઈ જ માહિતી નથી. જોકે, અમુક બેંકોએ આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે તેમણે કોમ્પ્યુટર સુરક્ષા સાથે જોડાયેલી બાબતો પર નજર રાખતી નોડલ એજન્સી CERT-inને પણ માહિતી આપી છે.

  રિપોર્ટમાં સાત બેંકનો ઉલ્લેખ

  રિપોર્ટમાં જે બેંકોની નકલી એપ્સ બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), ICICI બેંક, Axis બેંક, સિટી બેંક, ઇન્ડિયન ઓવરસિઝ બેંક, બેંક ઓફ બરોડા, યસ બેંક સહિત કુલ સાત બેંકનો સમાવેશ થાય છે. સિટી બેંકનું કહેવું છે કે રિપોર્ટમાં જે નકલી એપનો ઉલ્લેખ છે તેનાથી બેંક પર કોઈ જ અસર પડી નથી. બેંકે Sophos લેબ્સને એક પત્ર લખીને તેનું નામ રિપોર્ટમાંથી હટાવવા માટે કહ્યું છે. જ્યારે યસ બેંકનું કહેવું છે કે તેમણે આ અંગેની જાણકારી સાયબર ફ્રોડ વિભાગને આપી દીધી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: