Fact Check: સરકાર Studentsને મફતમાં આપી રહી છે લેપટોપ! જાણો આ વાયરલ મેસેજનું સત્ય

PIB Fact Check: સાઇબર ફ્રોડ કરવા માટે ગઠિયાઓએ અજમાવી રહ્યા છે અનેક યુક્તિ, Fake Viral Messageથી આવી રીતે બચો

PIB Fact Check: સાઇબર ફ્રોડ કરવા માટે ગઠિયાઓએ અજમાવી રહ્યા છે અનેક યુક્તિ, Fake Viral Messageથી આવી રીતે બચો

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન મોટાભાગના લોકો ઘરેથી જ કામ (Work From Home) કરી રહ્યા છે. તેની સાથે જ દેશની તમામ સ્કૂલ ઓનલાઇનના માધ્યમ (Online Education)થી સ્ટુડન્ટ્સને શિક્ષણ પૂરું પાડી રહ્યા છે. એવામાં સાઇબર ફ્રોડ કરનારા લોકો તેનો ફાયદો ઉઠવવા માટે રોજ નવી યુક્તિઓ અજમાવી રહ્યા છે અને લોકોને પોતાના શિકાર બનાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે હાલના દિવસોમાં સાઇબર ફ્રોડ (Cyber Fraud) કરનારા અપરાધીઓ તરફથી વોટ્સએપ પર એક મેસેજ કરવામાં આવી રહ્યો છે. જેમાં તેમના તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ઓનલાઇન અભ્યાસ માટે સ્ટુડન્ટ્સને મફતમાં લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોન આપી રહી છે.

    આ મેસેજની સાથે સાઇબર ફ્રોડ કરનારા લોકોએ એક લિંક પણ આપી છે. જેમાં આ સુવિધાનો લાભ મેળવવા માટે આપની બેન્કને લગતી વિગતો ભરવાનું કહેવામાં આવે છે. એવામાં જો આપે જો આ લિંક પર પોતાની અંગત વિગતો ભરો છો તો તમે સાઇબર ફ્રોડનો શિકાર થઈ શકો છો. આવો જાણીએ આ નકલી મેસેજની સાચી હકિકત વિશે..

    આ પણ વાંચો, હવે આપના કાર-બાઇક કે ટ્રકની કરાવવી પડશે વસિયત! જાણો નવા નિયમો વિશે

    સાઇબર ફ્રોડોએ મેસેજને શૅર કરવા કરવા કરી અપીલ

    વોટ્સએપ પર વાયરલ થયેલા આ મેસેજમાં સાબઇર ઠગોએ લોકોને મેસેજને શૅર કરવાની અપીલ કરી છે. જેમાં સાઇબર ઠગો તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ મેસેજને વધુમાં વધુ શૅર કરો જેથી જે લોકોને લેપટોપની જરૂરિયાત હોય તેઓ તેને પ્રાપ્ત કરી શકે અને આપણા દેશના સાક્ષરતા દરમાં સુધાર થઈ શકે. આપને જણાવી દઈએ કે આ પ્રકારની અપીલથી સાઇબર ફ્રોડ આવા મેસેજોને વાયરલ કરાવતા હોય છે.

    આ પણ વાંચો, 1 ડિસેમ્બરથી થવાના છે આ 5 મોટા ફેરફાર, ATMથી નાણા ઉપાડવા અને ટ્રાન્સફર કરવા થશે સરળ

    PIB Fact Checkમાં વાયરલ મેસેજ Fake હોવાનો થયો ખુલાસો

    ભારત સરકારના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેકે જ્યારે આ વાયરલ મેસેજ મામલે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મેસેજ બિલકુલ Fake છે. પોતાની તપાસમાં PIB Fact Checkને જાણવા મળ્યું કે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ માટે ફ્રીમાં લેપટોપ, ટેબ્લેટ અને સ્માર્ટફોન વગેરે આપવાનો કોઈ વાયદો નથી કરવામાં આવ્યો. એવામાં ભારત સરકારના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પીઆઇબી ફેક્ટ ચેક પર લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ પ્રકારના નકલી વાયરલ મેસેજ પર ભરોસો ન મૂકે. તેની સાથે જ પોતાની અંગત માહિતી મેસેજની લિંકમાં શૅર ન કરે.
    Published by:Mrunal Bhojak
    First published: