ફેસબુકના આ ફિચરથી બલ્કમાં જૂની પોસ્ટ Delete થશે, હવે એકાઉન્ટ ડિલિટ નહીં કરવું પડે

ફેસબુકના આ ફિચરથી બલ્કમાં જૂની પોસ્ટ Delete થશે, હવે એકાઉન્ટ ડિલિટ નહીં કરવું પડે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
    ફેસબુક તેના યુઝર્સનું કામ સરળ કરવા માટે એક નવી સુવિધા લાવી છે જેનાથી તમે મોટી સંખ્યામાં જૂની પોસ્ટ ડિલિટ કરી શકો છો. Mananage Activity નામાના આ નવા સેટિંગને હાલ પૂરતું સ્માર્ટ ફોનમાં જ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જે દ્વારા તમે તમારી જૂની અને ન ગમતી પોસ્ટ એક સાથે ડિલિટ કરી શકો છો. ધણીવાર આપણે સ્કૂલ સમયના ફોટો, બ્રેકઅપ કે કોઇ દુખ આપનારી યાદો પોસ્ટ સ્વરૂપે લખીને ભૂલી જતા હોય છે. વર્ષો પછી તે પોસ્ટનું કોઇ મહત્વ નથી રહેતું. પણ હવે તેને પાછી શોધવી અને ડિલિટ કરવી કેટલીક વાર કામ વધારનાર વસ્તુ બની જાય છે. ધણીવાર તેવું પણ બને છે કે તમે વર્ષો પહેલા કંઇ લખ્યું હોય અને હવે લોકો તેને શોધી આજે કંઇક કંઇક બોલી રહ્યા હોય. જો આવી એક પોસ્ટ હોય તો હજી પણ સમજાય પણ એકથી વધુ અને અલગ અલગ ટાઇમે લખેલી પોસ્ટ હોય તો હવે આ Manage Activity ટૂલ દ્વારા તમે તેને બ્લક માં ડિલિટ કરી શકો છો. અને તમારા માટે આ બધી પોસ્ટ શોધવી પણ સરળ રહેશે. Manage Activity ફેસબુકના સ્માર્ટફોન એપ વર્ઝનમાં છે. તમે અહીં કોઇ ખાસ શબ્દ દ્વારા પોસ્ટ નહીં શોધી શકો પણ તારીખ કે તમારા કોઇ પ્રોફાઇલ નામ આધારે તમારી પોસ્ટ શોધી શકશો. નીચે સ્ટેટ બાય સ્ટેપ સમજો આને કેવી રીતે કરવું.

    તમારા સ્માર્ટફોનમાં પહેલા તો તમારું ફેસબુક ખોલો. તમારા પ્રોફાઇલ પેજ પર જાવ અને અહીં તમને Go to Activity Log કરીને એક લેબલ બટન મળશે તેને ખોલો. અહીં તમને Manage Activity પણ દેખાશે જેની પર બટન દબાવતા તે તમને પુછશે કે શું તમે તમારી પોસ્ટને મેનેજ કરવા માંગો છો? આ પર ક્લિક કરતા જ એક નવી સ્ક્રીન ખુલશે. અહીં તમે તમારી પોસ્ટને ફિલ્ટર પણ કરીશો. અહીં તમે પોસ્ટ પસંદ કરી છો. જેમ કે Check Ins, photos. ઉલ્લેખનીય છે કે તમે તારીખ પ્રમાણે પણ આ પોસ્ટને ફિલ્ટર કરી શકો છો. કે પછી તમે જે વ્યક્તિને ટેગ કર્યા હોય તે મુજબ પણ.    જે પછી તમને જે પોસ્ટ ડિલિટ કરવી હોય તેવી ચાર-પાંચ પોસ્ટ સિલેક્ટ કરો. અને પછી તમે તેને આર્ચિવ કે ટ્રેશમાં તમે મોકલી શકો છો. તમે Trash ઓપશન સિલેક્ટ કરશો તો તે તમામ પોસ્ટ ડિલિટ થશે. જો કે અહીં પણ તે 30 દિવસ સુધી રિસાયકલીંગ બિનમાં રહેશે અને પછી હંમેશા માટે ડિલિટ થઇ જશે. પહેલા તેવું થતું હતું કે લોકો ખોટી પોસ્ટ થતા કે કોઇ પોસ્ટ પર બહુ ટ્રોલ કરવામાં આવતા આખું એકાઉન્ટ જ ડિલિટ મારતા હતા. હવે આ દ્વારા તમે આરામથી તમારી જૂની પોસ્ટથી બલ્કમાં છૂટકારો મેળવી શકશો.
    First published:June 13, 2020, 11:25 am