ફેસબૂકના (facebook) માલિકીના વોટ્સએપે (Whats App) તાજેતરમાં આર્કાઇવ્ડ ચેટ્સ ફોલ્ડર (archived chat folder) માટે એક નવું ફીચર રજૂ કર્યું છે. આ નવી સુવિધાનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ અનિચ્છનીય ચેટ્સ છુપાવી શકે છે. સામાન્ય રીતે જ્યારે પણ વોટ્સએપ પર નવો મેસેજ આવે છે ત્યારે આર્કાઇવ કરેલી ચેટ ટોચ પર દેખાય છે. પરંતુ આ ફિચરના આવ્યા પછી, મેસેજ તમારી સ્ક્રીનની ટોચ પર દેખાવાને બદલે આર્કાઇવ કરેલા ચેટ ફોલ્ડરમાં જશે. જો તમે જાતે ચેટને અનઆર્કાઇવ કરશો તો જ આ ચેટ તમારી સ્ક્રીનની ટોચ પર દેખાશે.
વોટ્સએપ અનુસાર, એવા ઘણા યુઝર્સ છે જેઓ ઇચ્છે છે કે, આર્કાઇવ કરેલા મેસેજ તેમના ફોનની સ્ક્રીનની ટોચ પર દેખાવાને બદલે વોટ્સએપના આર્કાઇવ કરેલા ચેટ્સ ફોલ્ડરમાં છુપાયેલા રહે. નવી આર્કાઇવ કરેલી ચેટ સેટિંગ્સનો અર્થ એ છે કે, કોઈપણ આર્કાઇવ કરેલા મેસેજ થ્રેડ્સ હવે આર્કાઇવ્ડ ચેટ્સ ફોલ્ડરમાં રહેશે, પછી ભલે તે થ્રેડ પર નવો મેસેજ મોકલવામાં આવ્યો હોય.
આ નવા ફીચરની મદદથી હવે તમે અનિચ્છનીય અને બિનજરૂરી મેસેજથી રાહત મેળવી શકો છો. તેથી જો તમે પણ આવા મેસેજને છુપાવવા માંગતા હો, તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
>> તમારા સ્માર્ટફોન પર WhatsApp ખોલો.
>> હવે તમે જે પણ ચેટ આર્કાઇવ કરવા માંગો છો તેને ટેપ કરો અને પકડી રાખો.
>> હવે તમારી સ્ક્રીનની ટોચ પર આર્કાઇવ બટન દેખાશે.
>> ચેટને આર્કાઇવ કરવા માટે આર્કાઇવ બટન પર ટેપ કરો.
>> તમે બધી ચેટ્સને આર્કાઇવ પણ કરી શકો છો. આ કરવા માટે, ચેટ્સ પર ટેપ કરો અને વધુ વિકલ્પો> સેટિંગ્સ પર જાઓ.
>> હવે Chats> Chat history> Archive all chats પર ટેપ કરો.
અગત્યની બાબત: - આર્કાઇવ કરવાથી કોઈપણ ચેટ ડિલીટ થશે નહીં, ન તો તે તમારા SD કાર્ડમાં બેકઅપ લેશે. ઉપરાંત, જ્યાં સુધી તમે આર્કાઇવ કરેલી ચેટનો જવાબ નહીં આપો, ત્યાં સુધી તમે તમારા ફોન પર તે ચેટનું કોઇ નોટિફિકેશન પણ દેખાશે નહીં.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર