FB, WhatsApp, Instagram ડાઉન, કામ નથી કરી રહી એપ, યુઝર્સને પડી હાલાકી

FB, WhatsApp, Instagram ડાઉન, કામ નથી કરી રહી એપ, યુઝર્સને પડી હાલાકી
પ્રતિકાત્મક તસવીર

ફેસબુક મેસેન્જરમાં પણ મેસેઝ મોકલી શકાતા નથી. વોટ્સએપ ઉપર પણ મેસેઝ જતાં નથી કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મેસેઝ જતાં નથી. વોટ્સએપ ઓપન થઈ રહ્યું છે પરંતુ કામ કરતું નથી

  • Share this:
    નવી દિલ્હીઃ FB, WhatsApp અનેInstagram ડાઉન થયું છે. લોગઈન સર્સિવસને યુઝર્સ યુઝ કરી શકતા નથી. શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ તકલીફ યુઝર્સ સામે આવી હતી. આ માત્ર ભારત પુરતું જ નથી પરંતુ વિશ્વભરના અનેક યુઝર્સની સાથે આ પ્રકારની મુશ્કેલી આવી છે. લોકો ટ્વીટ કરીને આ અંગે લખી રહ્યા છે. જોકે, આશરે 30 મિનિટ સુધી બંધ રહ્યા બાદ વોટ્સએપ ફરી કાર્યરત થયું હતું.

    મળતી માહિતી પ્રમાણે ફેસબુક મેસેન્જરમાં પણ મેસેઝ મોકલી શકાતા નથી. વોટ્સએપ ઉપર પણ મેસેઝ જતાં નથી કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મેસેઝ જતાં નથી. વોટ્સએપ ઓપન થઈ રહ્યું છે પરંતુ કામ કરતું નથી જ્યારે ફેસબુક અને ઇસ્ટાગ્રાામની નૂઝ ફીડ રિફ્રેઝ થઈ નથી રહી.



    ફેસબુકના આ બધી જ એપ્સમાં સમસ્યા ભારતીય સમસઅનુસાર શુક્રવારે રાત્રે 11.05 વાગ્યે શરુ થઈ છે. હજી સુધી કંપની તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. આ મુશ્કેલી સામે આવતાની સાથે લોકો ટ્વીટ કરીને આ અંગે જાણાકરી આપી રહ્યા છે. અને ટ્વિટર ઉપર #whatsappdown અને #instagramdown ટ્રેડ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ પ્રકારના મીમ પણ શેર કરી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:March 19, 2021, 23:34 pm