ફેસબુક દુનિયાભરમાં ડેટા લીકને લી વિવાદમાં રહ્યું છે. 8 કરોડથી પણ વધારે યૂજર્સના ડેટામાં કેંબ્રિજ એનાલિટિકની સેંધમારી બાદ પણ માર્ક જકરબર્ગ હજુ સુધી ડેટાની વ્યવસ્થિત સુરક્ષાને લઈ હજુ સુધી કોઈ નક્કર પોલીસી કે નિયમ નથી બનાવી શક્યા. હવે સમાચાર એવા આવી રહ્યા છે કે, ફેસબુકે પોતાના યૂજર્સને એલર્ટ રહેવા જણાવ્યું છે, ભવિષ્યમાં ડેટા લીક જેવી વધારે ઘટના પણ સામે આવી શકે છે, તેથી લોકોએ પહેલા જ તૈયાર રહેવું જોઈએ.
ફેસબુકે યૂજર્સ અને રોકાણકારોને એલર્ટ કરતા કહ્યું છે કે, ડેટા લીકના વધુ મામલા પણ હોઈ શકે છે. કંપનીની પોલીસી વિરુદ્ધ ડેટાનો ખોટો ઉપયોગ કરવામાં આવી શકે છે. કંપનીએ એ પણ કહ્યું કે. ચૂંટણી કેંપેન, ન જોઈતી જાહેરાત અને ખોટી જાણકારી ફેલાવવા માટે ડેટાનો ખોટો ઉપયોગ થઈ શકે છે.
ફેસબુકે જણાવ્યું કે, ડેટાનો ખોટો ઉપયોગ થવા પર અમારા યૂજર્સનો ભરોસો ઓછો થઈ શકે છે, બ્રાંડ ઈમેજ ઘટી શકે છે અને બિઝનેસ પર પણ અસર પડી શકે છે.
ફેસબુકે વધુમાં કહ્યું કે, ખોટા ઉપયોગ જેવા મામલાથી અમારી કાનૂની મુશ્કેલી વધી શકે છે. આ વાત તેણે ફેસબુકના કેંબ્રિજ એનાલિટિકાનું નામ લીધા વગર એમેરિકી સિક્યોરિટિજ એંડ એક્સચેંજ કમિશનને આપેલ રિપોર્ટમાં કરી છે. ફેસબુકે રિપોર્ટમાં કહ્યું કે, ડેટા સિક્યોરિટીને લઈ કંપની પોતાની તરફથી તમામ પ્રકારની કોશિસ કરી રહી છે, પરંતુ મીડિયા અને થર્ડ પાર્ટી તરફથી આ રીતની ગતીવિધીઓ સામે આવી રહી છે, જેમાં ડેટા લીક જેવી સમસ્યા આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર