Home /News /tech /

What! ફેસબૂકને તમારા NUDE ફોટો જોઈએ, પરંતુ આ પોલિસીમાં છે ગડબડી

What! ફેસબૂકને તમારા NUDE ફોટો જોઈએ, પરંતુ આ પોલિસીમાં છે ગડબડી

    વર્ષોથી માત્ર ચર્ચામાં રહેનાર ફેસબુકનો કંટ્રોવર્શિયલ પાઈલટ પ્રોજેક્ટ આખરે અમેરિકા અને યુનાઈટેડ કિંગડમમાં લાગૂ થવા જઈ રહ્યો છે. ફેસબુક ચેલ્લા બે ત્રણ વર્ષથી રિવેંજ પોર્ન (કોઈની સહમતિ વગર ન્યૂડ પિક્ચર્સ ઓનલાઈન પોસ્ટ કરવાની)ની સમસ્યાને પહોંચી વળવા માટે એક ભલામણ પર કામ કરી રહ્યું હતું. હવે ફાઈનલી આ પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યો છે.

    આખરે ફેસબુકને આ પગલું ભરવામાં આટલો બધો ટાઈમ કેમ લાગ્યો? વાત એમ છે કે, ફેસબુકે જે આઈડીયા આપ્યો છે, તે બિલકુલ એવો છે કે, જેવી તમને તમારી તિજોરી લૂટાવાનો ડર છે, તો તમે ખુદ જ પોતાની ચાવી હવામાં ઉછાળી દો. એટલે કે ફેસબુક ઈચ્છે છે કે, તમે જ તમારી ન્યૂડ ફોટો કોઈ અન્યને ઓનલાઈન પોસ્ટ કરતા પહેલા પોતાને જ પોસ્ટ કરી લો. અને... ફેસબુક આ ફોટોને બ્લોક કરી દેશે. જો આ ફોટોને કોઈ અન્ય જગ્યાએ પોસ્ટ કરવાની કોસિસ કરશે, તો તે તસવીર પોતાની જાતે જ ફેસબુક, મેસેંજર અને ઈંસ્ટાગ્રામ પર બ્લોક થઈ જશે.

    ફેસબુકનું આ મેજર કઈંક આ રીતે કામ કરશે -
    - જો ડર છે કે, તમારો કોઈ ન્યૂડ ફોટો અથવા એંબેરેસિંગ પિક્ચરને કોઈ અન્ય વ્યક્તિ તમારી સહમતિ વગર ઓનલાઈન પોસ્ટ કરી શકે છે તો તમે ફેસબુકના સેફ્ટી પાર્ટનર્સ (અમેરિકામાં સાઈબર સિવિલ રાઈટ્સ ઈનિશિએટિવ અને નેશનલ નેટવર્ક ટૂ એંડ ડોમેસ્ટિક વાયોલેંસ) પાસેથી એક ફોર્મ માંગી શકો છો.

    - ત્યારબાદ ફેસબુક તમને વન-ટાઈમ અપલોંટ લિંક મોકલશે. તમે આ લિંક દ્વારા, પોતાની તસવીર અપલોડ કરી શકો છો.

    - ત્યારબાદ ફેસબુકની સ્પેશ્યલ કમ્યુનિટિ ઓપરેશન્સ સેફ્ટી ટીમના સ્પેશ્યલી ટ્રેંડ મેંબર્સ તસ્વીરનો રિવ્યું લેશે અને તે તસવીર માટે એક હૈશ કે યૂનિક આઈડી બનાવશે. એકવાર હૈશ બની ગયા બાદ તે તસવીર ફેસબુકના સર્વરમાંથી ડિલિટ થઈ જશે.

    - ત્યારબાદ કોઈ અન્ય વ્યક્તિ તસવીર પોસ્ટ કરવાની કોસિસ કરશે તો, આ હૈસ સાથે મેચ થઈ જશે અને પોતાની જાતે જ ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને મેસેંજરમાંથી બ્લોક થઈ જશે.

    શું આ રીત ન અપનાવી શકાય?
    ચાલો, મજાક એક તરફ પરંતુ ફેસબુકની આ નવી પોલિસી પર કેટલાએ લોકોએ પ્રશ્ન ઉભા કર્યા છે, કેટલાક લોકોએ તો નવા આઈડીઆ પણ આપ્યા છે, જે ફેસબુકની આ પોલિસીથી વધારે સમજદારીભર્યા લાગે છે. યૂઝર્સના આ આઈડીયા લાગૂ કરી શકાય છે કે નહી, એ તો ફેસબુક જાણે પરંતુ આપણે આશા તો કરી જ શકીએ છીએ. યૂઝર્સનું કહેવું છે કે, કેટલીએ અન્ય કંપનીઓ સાથે સેફ્ટી મેજર લેવાની જગ્યાએ આની જવાબદારી યૂઝર્સને જ સોંપી દેવામાં આવે. જો ફેસબુક હૈસ કે યૂનિક આઈડી બનાવવાનું વાત કરી રહી છે તો, તેની જગ્યાએ તે યૂઝર્સને આવું એક પ્લેટફોર્મ આપે, જ્યાં યૂઝર્સ પોતે જ હૈશ કે આઈડી ક્રિએટ કરી શકે. અથવા પોતાની તસવીર અન્ય કોઈ વ્યક્તિ અપલોડ કરવાની કોસિશ કરે તો યૂઝર્સ પાસે પરમિશન માટે નોટિફિકેશન આવી જાય.
    Published by:kiran mehta
    First published:

    Tags: Facebook, Porn, Revenge, Safety, Wants, Your

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन