ફોનમાંથી ફેસબુકની એપ ડિલીટ કરી રહ્યાં છે યૂઝર્સ, 25% લોકોનો મોહભંગ

News18 Gujarati
Updated: September 6, 2018, 10:28 PM IST
ફોનમાંથી ફેસબુકની એપ ડિલીટ કરી રહ્યાં છે યૂઝર્સ, 25% લોકોનો મોહભંગ

  • Share this:
ફેસબુક-કૈંબ્રિઝ એનાલિટિકા ડેટા સ્કૈન્ડલની અસર ફેસબુક પર જોવા મળી રહી છે. એક નવી સ્ટડી અનુસાર ચાર લોકોમાંથી એકથી વધારે યૂઝર્સે ફેસબુક ફોનમાંથી ડિલીટ કરી નાંખ્યું છે. આ આંકડો મોબાઈલથી ફેસબુક એપ ડિલીટ કરવાનો છે, ના કે એકાઉન્ટ ડિલીટ કરવાનો.

ખાસ વાત તે છે કે, ફેસબુક ડિલીટ કરનાર યૂઝર્સની ઉંમર 19થી 19 વર્ષની છે. કેમ કે, ડિલીટ કરનાર 44 ટકા યૂઝર્સ યંગ છે. પ્ય ડેટા અનુસાર ફેસબુક યૂઝર્સમાં લગભગ 74 ટકા યૂઝર્સે પોતાના ફેસબુક એકાઉન્ટમાં જરૂરી પરિવર્તન કરવામાં આવ્યા છે. જેમ કે, ફેસબુકની પ્રાઈવસી સેટિંગ્સમાં પરિવર્તન, કેટલાક વીક માટે ફેસબુકથી બ્રેક અથવા પછી ફેસબુકને ફોનમાંથી ડિલીટ કરવાનો.

પ્યુ રિસર્ચે આ સ્ટડી અમેરિકાના વ્યસ્કોં પર 29 મેથી લઈને જૂન 11 સુધી નક્કી કર્યો છે અને આ એક એવો સમય હતો જ્યારે કેંમ્બિજ એનાલિટિકા ડેટા સ્કૈન્ડલને લઈને ફેસબુક પર ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં હતા.

પ્યૂ રિસર્ચની એક પોલ અનુસાર એક ચોથાઈથી વધારે અમેરિકન ફેસબુક યૂઝર્સે પોતાના ફોનમાંથી એપ ડિલીટ કરી. 54 ટકા અમેરિકન યૂઝર્સે એપ સેટિંગ્સમાં ફેરફાર કર્યાં છે અને આમાં 42 ટકા યૂઝર્સ કેટલાક સપ્તાહ માટે ફેસબુક એપ યૂઝ કરવાનું બંધ કરી દીધું.

ઉલ્લેખનિય છે કે, પ્યૂ રિસર્ચે આ સર્વે 4,594 યૂઝર્સ પર કર્યો છે.

ફેસબુકે આપેલ વોશિંગ્ટન પોસ્ટને આપેલ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે, હાલમાં મહિનાઓમાં અમે અમારી પોલિસી ક્લિયર કરી છે અને પોતાની પ્રાઈવસી સેટિંગ્સને શોધવી સરળ કરી છે. તે ઉપરાંત અમે લોકોને ખુબ જ શાનદાર ટૂલ આપ્યા છે જેથી તેઓ પોતાની જાણકારીને એક્સેસ કરી શકે, તેમને ડાઉનલોડ કરી શકે અથવા ડિલીટ કરી શકે. અમે એજ્યુકેશન કૈમ્પેન પણ શરૂ કર્યો છે જે દુનિયાભરના ફેસબુક યૂઝર્સને જણાવે છે કે તેઓ પોતાની જાણકારીને કેવી રીતે મેનેજ કરે. 
First published: September 6, 2018, 10:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading