લગભગ 20 મિનીટ સુધી ઠપ રહ્યું ફેસબુક, લોકો ન કરી શક્યા કોમેન્ટ કે ફોટો અપલોડ

ટ્વીટર પર ફેસબુક યૂઝર્સે જણાવ્યું કે, નવી તસવીર અપલોડ નથી થઈ રહી, કે ના તસવીર ફેરફાર કરી શકતા.

ટ્વીટર પર ફેસબુક યૂઝર્સે જણાવ્યું કે, નવી તસવીર અપલોડ નથી થઈ રહી, કે ના તસવીર ફેરફાર કરી શકતા.

 • Share this:
  ભારતમાં લગભગ 20 મિનીટથી વધારે સમય સુધી ફેસબુક ડાઉન રહ્યું. આ દરમ્યાન ફેસબુક યૂઝર્સ ન કોમેન્ટ કરી શકતા કે, ના કોઈ લાઈક પર ક્લિક થઈ રહ્યું. કોઈ પણ પોસ્ટ પર યૂઝર્સ કોમેન્ટ કે લાઈક્સ નહોતા કરી શકતા. કેટલાક યૂઝર્સની ફરિયાદ એ પણ રહી કે, તે કોઈ પોસ્ટ પર ઈમોઝી રિએક્ટ નથી કરી શકતા.

  ટ્વીટર પર ફેસબુક યૂઝર્સે જણાવ્યું કે, નવી તસવીર અપલોડ નથી થઈ રહી, કે ના તસવીર ફેરફાર કરી શકતા.  કેટલાક યૂઝર્સે એવું પણ જણાવ્યું કે, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને ડાઉન રહ્યા. આ સાથે જ યૂઝર્સે ટ્વીટરના વખાણ કરતા લખ્યું કે, ટ્વીટર હંમેશા ચાલતુ રહે છે, તે ક્યારે પણ ડાઉન નથી થતું.  એક યૂઝર્સે ટ્વીટ કરી કહ્યું કે, ફેસબુક એટલા માટે ડાઉન છે કારણ કે, તેને મેન્ટેનન્સની જરૂરત છે.

  Published by:kiran mehta
  First published: