કેમ  છે ફેસબુકનો કલર બ્લૂ? જાણો FB સાથે જોડાયેલ ઈન્ટ્રેસ્ટિંગ 12 વાતો

  • Share this:
    શું તમને ખબર છે કે, આજના દિવસે જ ફેસબુકનો જન્મ થયો હતો. જી, હા આજે ફેસબુક પોતાનો 13મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આપણે ફેસબુક પર ઘણો બધો સમય નિકાળીએ છીએ જોકે, આની સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે, જેના વિશે આપણે જાણતા નથી. તો આજે અમે તમને એવી જ કેટલીક વાતો વિશે જણાવીશું.



    માર્કે ઝૂકરબર્ગની ફેસબુકના સીઈઓના રૂપમાં વાર્ષિક ઈન્કમ માત્ર 1 ડોલર છે.



    તમને આ વાત જાણિને ચોક્કસ આંચકો લાગશે કે, ફેસબુકનું બ્લૂ કલર રાખવા પાછળ માર્ક ઝૂકરબર્ગની કલર બ્લાઈન્ડનેસ છે, જી હા માર્કને રેડ અને ગ્રીન કલરમાં ખબર પડતી નથી અને બ્લૂ કલર જ એમાત્રક એવો કલર છે જેને તેઓ સારી રીતે સમજી શકે છે.



    શું તમે જાણો છો કે, ફેસબુક વેબસાઈટનું સર્વર ડાઉન થઈ જાય તે દિવસે ફેસબુકને લગભગ 25000 ડોલરનું નુકશાન ઉઠાવવું પડે છે.



    જો તમે ફેસબુક પર માર્ક ઝૂકરબર્ગના પેજ પર જવા માંગો છો તો ફેસબુક ડોટ કોમ/4 ટાઈપ કરશો સીધા જ માર્કની પ્રોફાઈલ પર પહોંચી જશો.



    ફેસબુક પર સૌથી વધારે એકાઉન્ટ ઈન્ડિયન બનાવે છે, જેમાં 14 કરોડથી પણ વધારે એકાઉન્ટ ફેક છે.



    ફેસબુકના લાઈક બટન પર દર પ્રતિમીનિટમાં ઓછામાં-ઓછા 18,00,000 વખત ક્લિક કરવામાં આવે છે.



    વિશ્વભરના 18થી લઈને 35 વર્ષ સુધીના લોકો સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનું એકાઉન્ટ ચેક કરે છે.



    તમે તમારી આઈડી પર તમારા ફેસબુક ફ્રેન્ડ્સને કે અન્યને બ્લોક કરી શકો છો, જોકે માર્ક ઝૂકરબર્ગને કોઈપણ બ્લોક કરી શકતું નથી. જો બ્લોક કરવાનું ટ્રાય કરશો તો General Block failed error: Block faileનો મેસેજ શો કરી શકે છે.



    પહેલા ફેસબુક લાઈક બટનનું નામ AWESOME રાખવામાં આવ્યું હતું, જેને પાછળથી બદલીને LIKE કરી દેવામાં આવ્યું હતું. ફેસબુક પર લગભગ 30 મિલિયન મરેલા લોકોના એકાઉન્ટ એક્ટિવ છે.



    ફેસબુક પર તમે કોઈપણ ટેક્સ લખો છો તો તમે પોસ્ટ કરો તે પહેલા જ તે કન્ટેન્ટ ફેસબુક પાસે પહોંચી જાય છે.
    Published by:Mujahid Tunvar
    First published: