Apple Watchને ટક્કર આપવા માટે ફેસબુક લાવી રહ્યું છે Smart Watch

Apple Watchને ટક્કર આપવા માટે ફેસબુક લાવી રહ્યું છે Smart Watch
પ્રતિકાત્મક તસવીર

આ વૉચમાં સેલ્યુલર કનેક્ટિવિટીની સુવિધા પણ હશે એટલે એનો ઉપયોગ સ્માર્ટફોનની જેમ થઈ શકશે.

  • Share this:
    નવી દિલ્હી : સ્માર્ટ વૉચની (Smart Watch) દુનિયામાં એક મોટું પરિવર્તન આવવા જઈ રહ્યુ છે. સ્માર્ટ વૉચની સૌથી વધુ વેચાતી માંધાતા બ્રાન્ડ એપલને (Apple) ટક્કર આપવા માટે ફેસબુક (Facebook) પણ પોતાની સ્માર્ટ વૉચ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ હોવાના અહેવાલો છે. આ સ્માર્ટ વૉચ ઑહગમેન્ટ રિયાલિટી અને એઆર સ્માર્ટગ્લાસ લેસ હોઈ શકે છે. ગત વર્ષે જ સપ્ટેમ્બર મહિનામાં ફેસબુક દ્વારા Ray-Ban સાથે પાર્ટનરશિપની ઘોષણા કરી છે. આ પાર્ટનરશીપમાં તેઓ સાથે મળીને સ્માર્ટ ગ્લાસ બનાવવાના છે.

    અહેવાલ મુજબ ફેસબુક જે સ્માર્ટ વૉચ પર કામ કરી રહ્યુ છે તેમાં સેલ્યુલર કનેક્ટિવિટી હશે જેના દ્વારા આ સ્માર્ટ વૉચનો ઉપયોગ સ્માર્ટફોનની જેમ થઈ શકશે. જોકે, ફેસબુક એન્ડ્રોઇડ આધારિત વૉચ બનાવશે કે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ આપશે તે સ્પષ્ટ થયું નથી.



    2019 માં, ફેસબુકે ન્યુરલ ઇંટરફેસ સ્ટાર્ટ અપ સીટીઆરએલ લેબ્સ ટેકઓવર કર્યુ હતું. જે વાયરલેસ ઇનપુટ મિકેનિઝમ્સનું નિષ્ણાત માનવામાં આવે છે અને તે એવા ઉપકરણો બનાવવામાં નિષ્ણાત છે કે જેનો ઉપયોગ ટચસ્ક્રીન અથવા ભૌતિક બટન વિના મગજથી વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલો ટ્રાન્સમિટ કરી શકે છે. જેનાથી શક્યતા વધુ બની છે કે ફેસબુક આ તકનીકીનો ઉપયોગ તેના સ્માર્ટ ગ્લાસ, સ્માર્ટવોચ અથવા ઓક્યુલસ હેડસેટમાં કરશે.

    આ સ્માર્ટ વૉચમાં ટાઇપિંગ, ગેમિંગ, સ્વાઇપિંગ જેવા એક્શન લેવામાં એઆરની ટેકનૉલૉજીનો ઉપયોગ થઈ શકે છે. તમને આ તમામ ફિચર્સ હકિતમાં ઉપયોગમાં લેતા હોય તેવી ઑગમેન્ટ રિયાલિટીની ફિલીંગ આવશે.

    શું છે ઑગમેન્ટ રિયાલિટી

    ઑગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટીનું બીજું સ્વરૂપ છે. આ ટેકનૉલૉજી દ્વારા તમારી આસપાસ એક કમ્પ્યુટર જનરેટેડ વાતાવરણ તૈયાર કરવામાં આવે છે. સરળ ભાષામા કહીએ તો તમારી આસપાસની દુનિયાને કનેક્ટ કરી અને વર્ચ્યુઅલ સીનના આધારે એક આભાસી દુનિયા તૈયાર કરવામાં આવે છે, જે જોવામાં વાસ્તવિક જ લાગે છે. એનો સીધો અર્થ એ થયો કે તમે હકિકતની દુનિયા અને આભાસી દુનિયા વચ્ચે અંતર કરી નથી શકતા એ પ્રકારનું એક વાતાવરણ તૈયાર કરવામાં આવે છે.
    Published by:Jay Mishra
    First published:March 21, 2021, 07:39 am

    ટૉપ ન્યૂઝ