કેમ્બ્રિઝ એનાલિટિકા કેસમાં Facebookને થશે 4.56 કરોડ રૂપિયાનો દંડ

ફેસબુકે પોતાના યુઝર્સની ખાનગી માહિતીને કેમ્બ્રિઝ એનાલિટિકાને આપવાની ઘટનાએ ફેસબુકની વિશ્વનિયતા ઉપર પ્રશ્નો ઉભા થયા હતા.

News18 Gujarati
Updated: July 11, 2018, 11:59 AM IST
કેમ્બ્રિઝ એનાલિટિકા કેસમાં Facebookને થશે 4.56 કરોડ રૂપિયાનો દંડ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 11, 2018, 11:59 AM IST
ફેસબુકે પોતાના યુઝર્સની ખાનગી માહિતીને કેમ્બ્રિઝ એનાલિટિકાને આપવાની ઘટનાએ ફેસબુકની વિશ્વનિયતા ઉપર પ્રશ્નો ઉભા થયા હતા. જોકે, આ અંગે ઇંગ્લેન્ડની માહિતી નિયમનકર્તાએ બુધવારે કહ્યું હતું કે, તેઓ ફેસબુક ઉપર ડેટા લિક કરવા અંગે દંડ ફટકારવા માંગે છે. તેમના વિભાગે જાણ્યું કે કેવી રીતે કેમ્બ્રિઝ એનાલિટિકાને અયોગ્ય રીતે કરોડો લોકોના ડેટાને સોપવામાં આવ્યા છે. ગત કેટલાક મહિનાઓમાં યુએસ અને ઇંગ્લેન્ડ દ્વારા ફેસબુકના સીઈઓને સમન્સ મોકલવામાં આવ્યું હતું. અને અનેક પ્રશ્નો પૂછ્યા હતા.

રાજકીય અભિયાન માટે ઉપયોગમાં આવેલા ડેટા અંગે તપાસ કરી રહેલી બ્રિટિશ માહિતી કમિશનર એલિઝાબેથ ડેનમે કહ્યું કે તેઓ ફેસબુક ઉપર આ હરકત માટે પાંચ લાખ પાઉન્ડ એટલે કે 4.56 કરોડ રૂપિયાનો દંડ લગાવવા માંગે છે. આ દંડ 590 બિલિયન ડોલર વાળી કંપની ફેસબુક માટે ખુબ જ નાની રકમ છે.

ડેનમે કહ્યું કે, જે પ્રકારે ફેસબુક લોકોની જાણકારીને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગયું છે અને બીજા દ્વારા ડેટા લેવા છતાં પણ પારદર્શિતા દેખાડી નહીં. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીતા માલુમ પડે છે કે ફેસબુક કાયદો તોડ્યો છે. એટલા માટે ફેસબુક ઉપર કાર્યવાહી કરવી યોગ્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીઓ નવી ટેક્નોલોજીનો ઉપયોગ જમીની સ્તર પર લોકોના મંતવ્યો જાણવા માટે કરતી હોય છે. જેના થકી અભિયાન કરનાર ગ્રૂપ દરેક મતદારો પાસે સરળતાથી જોડાઇ શકે છે. પરંતુ આ કાયદાકીય રીતે ખોટું છે. જોકે ફેસબુક કમિશનના અંતિમ નિર્ણય પહેલા પોતાની પક્ષ રજૂ કરી શકે છે. ફેસબુકે કહ્યું કે તે રિપોર્ટનું વિશ્લેષણ કરી રહ્યું છે. આ અંગે ટૂંકસમયમાં જ પોતાનો પક્ષ રજુ કરશે.

ફેસુબકના ચીફ પ્રાઇવસી અધિકારી એરિન ઇગાને કહ્યું કે, જેવી રીતે અમે પહેલા પણ કહ્યું હતું કે, અમારે 2015માં જ કેમ્બ્રિઝ એનાલિટિકાના દાવાઓની તપાસ કરવી જોઇતી હતી અને ત્યારે જ કાર્યવાહી કરવી જોઇતી હતી. અત્યારે યુએસ અને અન્ય દેશોના અધિકારીઓની જેમ ઇંગ્લેન્ડના માહિતી કમિશનરને પણ આ કેસની તપાસમાં સાથ આપી રહ્યા છીએ.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...