નવી દિલ્હી : સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર હવે પછી તમે કોઈપણ પોસ્ટને વાંચ્યા વગર શેર નહીં કરી શકો. ફેસબુક યૂઝર વાંચ્યા વગર કોઈપણ આર્ટિકલ શેર કરશે તો તેને ફેસબુક તરફથી પ્રોમ્પ્ટ આપવામાં આવશે. પ્રોમ્પ્ટ મળતા તે યૂઝરને આર્ટિકલ વાંચવા માટે પ્રેરિત કરશે અને તે બાદ કોઈપણ યૂઝર સાથે શેર કરી શકશે. આ એક રીડ આર્ટિકલ પ્રોમ્પ્ટની જેમ છે, જેને ગયા વર્ષે ઈમ્ફોર્ડ ડિસ્કશનને ફેસબુક પર પ્રમોટ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. ખોટી જાણકારી અને ફેક ન્યૂઝને ફેલાતા રોકવા માટે આ નવું ફિચર લાવવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ મુદ્દો સોશિયલ મીડિયા સાઈટ્સ જેમ કે, ટ્વિટર અને ફેસબુક પર ખૂબ જ મહત્વનો બન્યો છે.
વાંચ્યા વગર આર્ટીકલ શેર કરશો તો પ્રોમ્પ્ટ મળશે
કંપનીએ પ્રોમ્પ્ટને લઈને એક ઈમેજ શેર કરી છે કે, જ્યારે યૂઝર લિંક ઓપન કર્યા વગર કોઈપણ આર્ટિકલ શેર કરશે તો, તેને આ પ્રકારનો સંકેત આપવામાં આવશે. યૂઝર દ્વારા આર્ટિકલ વાંચ્યા વગર શેર કરવામાં આવે છે તો તેમાં મહત્વપૂર્ણ તથ્ય ગાયબ હોઈ શકે છે. તે બાદ ઓપન આર્ટિકલ કે કન્ટીન્યૂ શેરિંગનો ઓપ્શન આપવામાં આવે છે. જો યૂઝર વાંચ્યા વગર આર્ટિકલ શેર કરવા ઈચ્છે છે તો તે કન્ટીન્યૂ શેરિંગનો વિકલ્પ પસંદ કરી શકે છે.
ટ્વિટરે જણાવ્યું કે ફર્સ્ટ રીડ આર્ટિકલનો સંકેત મળવાથી કેટલા લોકો વાંચે છે. કંપનીએ જણાવ્યું કે ગંભીર ટ્વિટ્સ સામે સંકેત આપવામાં આવતા 34% લોકોએ તેનો જવાબ મેળવવાની કોશિશ કરી અને પોતાનો જવાબ ન મોકલવાનો નિર્ણય કર્યો. ભવિષ્યમાં 11% ઓછા આક્રમક જવાબ આપવાના સંકેત મળ્યા છે. નવા પ્રોમ્પ્ટ ફીચરનું ટેસ્ટિંગ
ફેસબુકના નવા પ્રોમ્પ્ટ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં એંડ્રોઈડ સ્માર્ટફોન્સ પણ સામેલ છે. જો તમારે આ ફીચરનો ઉપયોગ કરવો છે તો તમે તમારા ફોનમાં ચેક કરી શકો છો. જો તમને આ ફીચર નથી જોવા મળતુ તો તમારે વધુ થોડા દિવસ રાહ જોવી પડશે, કારણ કે આ ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું છે અને તે ધીરે ધીરે યૂઝર્સના ફોનમાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર