FBના ઝકરબર્ગનો પગાર વર્ષે 65 રૂપિયા, પણ સિક્યોરિટીનો ખર્ચ 156 કરોડ

Sanjay Vaghela
Updated: April 13, 2019, 5:09 PM IST
FBના ઝકરબર્ગનો પગાર વર્ષે 65 રૂપિયા, પણ સિક્યોરિટીનો ખર્ચ 156 કરોડ

  • Share this:
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની સુરક્ષા પાછળ ગત વર્ષે 2.26 કરોડ ડોલર(156.32 કરોડ રૂપિયા)નો ખર્ચ કરવામાં આવ્યો છે. લગભગ 2 કરોડ ડોલરની રકમ ઝકરબર્ગ અને તેમના પરિવારની સુરક્ષા પર ખર્ચ થઈ હતી. 26 લાખ ડોલર ઝકરબર્ગને પ્રાઈવેટ જેટના ઉપયોગ માટે મળ્યા હતા. આ રકમ પણ સુરક્ષા ખર્ચમાં સામેલ હતી. ફેસબુકે શુક્રવારે રેગ્યુલેટર ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.

2017માં ઝકરબર્ગની સુરક્ષાનો ખર્ચ 90 લાખ ડોલર(62.25 કરોડ રૂપિયા) હતો. એક વર્ષમાં તે 60 ટકા વધી ગયો. જોકે બેઝિક સેલેરી તરીકે ઝકરબર્ગ 3 વર્ષથી માત્ર 1 ડોલર વાર્ષિક લઈ રહ્યાં છે.

અહીં ક્લિક કરી વાંચોઃ મત માગવા ગયેલા બાવળિયાને મહિલાઓ સામે દેખાડ્યો સત્તાનો રોફ, વીડિયો વાયરલ

સીઓઓ શેરિલ સેન્ડબર્ગની સુરક્ષા પર ફેસબુકે ગત વર્ષે 29 લાખ ડોલર(20 કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો હતો. 9 લાખ ડોલર તેમના પ્રાઈવેટ પ્લેન માટે ચૂકવવામાં આવ્યા હતા. સેન્ડબર્ગને સેલેરી અને ભત્તા તરીકે ગત વર્ષે 2.37 કરોડ ડોલર (164 કરોડ રૂપિયા) મળ્યા હતા. 2017માં આ રકમ 2.52 કરોડ ડોલર(174 કરોડ રૂપિયા) હતી.

ફેસબુકની ચૂંટણીમાં દખલ અને ડેટાના ખોટા ઉપયોગના મામલા એક વર્ષમાં મોટા પ્રમાણમાં વધ્યા છે. આ કારણે કંપનીએ તેના અધિકારીઓનો સુરક્ષા ખર્ચ વધાર્યો છે. કંપનીનું કહેવું છે કે ફાઉન્ડર, સીઈઓ, ચેરમેન અને કન્ટ્રોલિંગ શેરહોલ્ડર હોવાના કારણે ઝકરબર્ગની સુરક્ષા વધારવી જરૂરી હતી.
First published: April 13, 2019
વધુ વાંચો
अगली ख़बर