ફેસબૂક બદલી રહ્યું છે WhatsApp-Instagramનું નામ, જલદી ફોનમાં દેખાશે આવું

News18 Gujarati
Updated: August 3, 2019, 2:13 PM IST
ફેસબૂક બદલી રહ્યું છે  WhatsApp-Instagramનું નામ, જલદી ફોનમાં દેખાશે આવું
બંને એપ્લિકેશન્સને ફરીથી બ્રાંડિંગ કરવાની યોજના બનાવી રહી છે.

ફેસબૂકે પુષ્ટિ આપી છે કે તે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું નામ બદલવા જઈ રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં આ બે નવા નામ જોવા મળશે.

  • Share this:
ફેસબૂક ઇંક.એ ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પોતાનું નામ ઉમેરવાનું શરૂ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનું નામ જલ્દીથી બદલાશે, કારણ કે ફેસબૂક તેના પર તેનું બ્રાંડિંગ કરવા જઇ રહ્યું છે. સોશિયલ નેટવર્ક ફેસબૂકે ઘણા વર્ષો પહેલા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ શેરિંગ એપ્લિકેશન ખરીદી હતી. પરંતુ આ બંને પ્લેટફોર્મ પર ફેસબૂકનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ હવે કંપનીનું નામ જોડાવવાથી યૂઝર્સોને ખબર પડશે કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બંને ફેસબૂકનો એક ભાગ છે.

એક અહેવાલમાં બહાર આવ્યું છે કે ફેસબૂકે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કર્મચારીઓને આ વિશે જાણ કરી દીધી છે કે તે બંને એપ્લિકેશન્સને ફરીથી બ્રાંડિંગ કરવાની યોજના બનાવી રહી છે.

ફેસબૂક કંપનીના આ રિબ્રાન્ડિંગના સમાચાર પહેલા ઈન્ફર્મેશન ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયા હતા. પાછળથી તેની પુષ્ટિ ફેસબૂક દ્વારા જ કરવામાં આવી હતી. ફેસબૂકે પુષ્ટિ આપી છે કે તે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું નામ બદલવા જઈ રહ્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામને ‘Instagram from Facebook’ આપવામાં આવશે અને વોટ્સએપને ‘WhatsApp from Facebook’ કરવામાં આવશે.ધ વર્જ પર પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર એપનું નામ હાલ ફોન અને ટેબ્લેટ્સની હોમસ્ક્રીન પર જ કામ કરશે. જો કે એપ્લિકેશન પહેલાવાર ડાઉનલોડ કરવા પર નામ બદલાયેલું જોવા મળશે. એટલે કે એપલ અને ગુગલ સ્ટોર પર યૂઝર્સને આ નવું નામ જોવા મળશે.

ઇન્સ્ટાગ્રામ પર કેટલાક યૂઝર્સને સેટિંગ્સ પઇઝના નીચે‘Instagram from Facebook’ જોવા મળી રહ્યું છે, જે હાલમાં આઇઓએસ યૂઝર્સ માટે છે. આ વર્ષે માર્ચમાં રિવર્સ એન્જિનિયર Jane Manchun Wong ને સપોર્ટ કર્યો હતો. આ માટે તેને ટ્વીટ પણ કર્યુ હતુ, જેને જોઇને સરળતાથી સમજી શકાય છે કે તે કેવું દેખાય છે.

ફેસબુક તરફથી કહેવામાં આવ્યું હતું, કે 'અમે યુઝર્સને મળનારી એપ્સ અને સેવાઓને લઇને વધારે સ્પષ્ટ છીએ.' ગૂગલ પણ તેમની સેવાઓને બ્રાંડિંગ સાથે યુઝર્સને આપી રહ્યું છે.
First published: August 3, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading