ન્યૂઝ18 ગુજરાતી: ફેસબુકે તેની ગ્રુપ વીડિયો ચેટ 'Houseparty'ની ક્લોન એપ બંધ કરવાનું નક્કી કર્યું છે. 'ધ વર્ઝ'માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, બોનફાયર નામની ક્લોન એપ આ મહિને કામ કરવાનું બંધ કરશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ફેસબુકે આ એપનું ટેસ્ટિંગ 2017માં શરૂ કર્યું હતું.
ફેસબુકે એક નિવેદનમાં કહ્યું કે, મેમાં અમે 'બોનફાયર'ને બંધ કરી રહ્યાં છે. અમે આનાથી જે પણ શીખ્યું છે તે તત્વો અમે આવનાર સમય અને ઓક લોન્ચ થનારા પ્રોડક્ટ્સમાં સામેલ કરીશું. જણાવી દઇએ કે, એપના પરીક્ષણની શરૂઆત ડેનમાર્કમાં 2017ના અંતમાં થઇ હતી.
ફેસબુકની મેન એપ 'હાઉસપાર્ટી' એક ગ્રુપ વીડિયો ચેટ એપ છે, જેમાં યુઝર્સને એપ ઓપન કરતાં ખબર પડી જાય છે કે કોણ-કોણ ઓનલાઇન છે. ઓનલાઇન યુઝર્સને જોઇને તે તેમની સાથે વીડિયો ચેટ કરી શકે છે.
ફેસબુકે F8 કોન્ફરન્સમાં કરી હતી જાહેરાત
ફેસબુકે હાલમાં જ એન્યુઅલ ડેવલપર કોન્ફરન્સમાં કેટલાક કમાલના ફીચર્સ સાથે ફેસબુક મેસેન્જરનું ડેસ્કટોપ વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. મેસેન્જર એપને વિન્ડોઝ અને macOS બન્ને માટે લોન્ચ કરાશે. આમાં ગ્રુપ મેસેઝિંગ, વીડિયો ચેટ, GIF મોકલવાની સુવિદ્યા મળશે. ફેસબુકે જણાવ્યું કે, અત્યારે આ એપનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. આ વર્ષના અંત સુધી આને લોન્ચ કરાશે.
આ ઉપરાંત ગ્રુપ વ્યૂઇંગ (group viewing) નામનું એક વધુ ફીચર આવશે. આનો ઉપયોગ કરી તમે અને તમારા મિત્રો એક સાથે વીડિયો જોઇ શકશો. સાથે જ વીડિયો ચાલવાની સાથે તેમાં કોમેન્ટ્રી પણ કરી શકાશે. જોકે, એ સ્પષ્ટ નથી કે, કયો વીડિયો પ્લેટફોર્મ આ ફીચરને સપોર્ટ કરશે, પરંતુ ફેસબુકનું કહેવું છે કે આ પ્લેટફોર્મ પર શેર કરાઇ રહેલાં કોઇ કોન્ટેન્ટ પર કામ કરશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર