હેકર્સે ચોર્યા ત્રણ કરોડ FB યુઝર્સના ડેટા, જાણો કેવી રીતે થઇ શકે છે તેનો ખોટો ઉપયોગ

News18 Gujarati
Updated: October 13, 2018, 1:50 PM IST
હેકર્સે ચોર્યા ત્રણ કરોડ FB યુઝર્સના ડેટા, જાણો કેવી રીતે થઇ શકે છે તેનો ખોટો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર

ડેટા ચોરીને લઇને ફેસબુક ખુબ જ ચર્ચામાં છે. હવે સોશિયલ મીડિયા દિગ્ગજે જાણકારી પ્રાપ્ત કરી છે કે, યુઝર્સના એકાઉન્ટમાં સેંધ સતત આશરે 29 મિલિયન (2.9 કરોડ) યુઝર્સના ડેટા ચોરી કરી લીધા છે.

  • Share this:
ડેટા ચોરીને લઇને ફેસબુક ખુબ જ ચર્ચામાં છે. હવે સોશિયલ મીડિયા દિગ્ગજે જાણકારી પ્રાપ્ત કરી છે કે, યુઝર્સના એકાઉન્ટમાં સેંધ સતત આશરે 29 મિલિયન (2.9 કરોડ) યુઝર્સના ડેટા ચોરી કરી લીધા છે. જોકે, કંપનીએ જણાવ્યું કે, હેકર્સે સેન્સેટિવ ડેટાની ચોરી નથી કરી.

કંપનીના જણાવ્યા પ્રમાણે હેકર્સે 15 મિલિયન યુઝર્સના નામ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ફોન નંબર અને મેઇલ આઇડીની ચોરી કરી હતી. આ ઉપરાંત 14 મિલિયન યુઝર્સની જાણકારી ચોરી કરી છે. એમાં તેના યુઝર્સ નામ, જેન્ડર, ભાષા, રિલેશનશિપ સ્ટેટસ, રિલિજન, હોમટાઉન, કરેંટ સિટી, બર્થ ડેટ, કયા ડિવાઇસથી ફેસબુક એક્સેસ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સની કોલિફિકેશન, વર્ક અને જ્યાં જ્યાં તેમણે ચેક-ઇન કર્યું છે એ દરેક માહિતીની ચોરી થઇ છે.

કેવી રીતે થઇ શકે છે ખોટો ઉપયોગ?

કોઇ યુઝર્સની આ જાણકારીઓનો ઉપયોગ કરીને હેકર્સ તેની તરફથી મેઇલ ડ્રાફ્ટ કરીને તેમના મિત્રો પાસેથી રૂપિયાની છેતરપિંડી કરી શકે છે. અથવાતો તેનો ઉપયોગ કરીને ફેસબુક કર્મચારી અથવા દોસ્ત બનીને સંપર્ક કરી શકે છે. બની શકે છે કે, તેના ઉપયોગથી કમ્પ્યુટર સુધી વાયરસ પહોંચી શકે છે જે ફેક મેઇલ તૈયાર કરી લે.

ફેસબુકે મહિના સપ્ટેમ્બરમાં આશરે પાંચ કરોડ એકાઉન્ટ ઉપર સાઇબર હુમલામાં હેકર્સે ખાતાઓના એક્સેસ ટોકન ચોરી લીધા છે. જેના કારણે ત્યારે કોઇ ફેસબુક યુઝર્સ એકાઉન્ટ એની જાતે જ લોગ આઉટ થવા લાગ્યા હતા. તેનાથી પ્રભાવિત થયેલા એકાઉન્ટની ડિટેઇલ માંગવામાં આવી હતી. એના જવાબમાં ફેસબુકે વાઇસ પ્રેસિડેન્ટને હેકર્સના ડેટા ચોરી કરવાની જાણકારી આપી હતી.

ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, અમે ડેટા ચોરીની તપાસ કરવા માટે એફબીઆઈની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. એમની મદદ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પાંચ કરોડ ફેસબુક યુઝર્સના એકાઉન્ટની સિક્યોરિટીમાં ખામી હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ કંપનીએ તરત જ પોતાનું 'View As' હટાવી લીધું હતું.
First published: October 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading