FBથી ફરી થઇ ચૂક, હવે ઇન્સ્ટાગ્રામ યુઝર્સના પાસવર્ડ કરી દીધા રિવીલ

ફેસબુક સામે યુઝર્સની પ્રાઇવસિ મામલે ફરી સવાલો ઉઠી રહ્યાં છે

હવે ફેસબુકની માલિકીવાળી કંપની ઇન્સ્ટાગ્રામના લાખો યુઝર્સના પાસવર્ડ રિવીલ થવાનો મામલો સામે આવ્યો છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: ફેસબુક સામે યુઝર્સની પ્રાઇવસિ મામલે ફરી સવાલો ઉઠી રહ્યાં છે. બે દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે કંપનીએ અજાણતાં 15 લાખ યુઝર્સના ઇમેલ કોન્ટેક્ટ્સ અપલોડ કરી દીધા હતા. હવે ફેસબુકની માલિકીવાળી કંપની ઇન્સ્ટાગ્રામના લાખો યુઝર્સના પાસવર્ડ રિવીલ થવાનો મામલો સામે આવ્યો છે.

    સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકે ભૂલથી ઇન્સ્ટાગ્રામ યુઝર્સના પાસવર્ડને ફેસબુક સર્વર પર પ્લેન ટેક્સ્ટમાં સ્ટોરી કરી દીધા હતા. આ કારણે ફેસબુકના કર્મચારી આ પાસવર્ડ્સને એક્સેસ કરી શકતાં હતાં.

    ગયા મહિને સમાચાર આવ્યા હતા કે, ફેસબક કર્મચારી પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર્ડ 600 મિલિયન યુઝર્સના પાસવર્ડ એક્સેસ કરી શકતાં હતાં. આ પછી કંપનીએ કહ્યું હતું કે, આમાં હજારો પાસવર્ડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સના છે. હવે જાણવા મળ્યું કે આ નંબર હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે.

    ફેસબુકે 21 માર્ચે આ મામલે એક બ્લોક પોસ્ટ કર્યું હતું, જેમાં હવે ઇન્સ્ટાગ્રામ યુઝર્સના પાસવર્ડને લઇને માહિતી આપવામાં આવી છે. આ બ્લોક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, જ્યારથી આ પોસ્ટને પબ્લિશ કરવામાં આવી છે, ત્યારથી અમે રિડેબલ ફોર્મેટમાં ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ અંગે માહિતી મેળવવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. અમારા પ્રમાણે, આ સમસ્યાથી લાખો ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રભાવિત થયા છે. જેવી રીતે અમે બીજા યુઝર્સને નોટિફાઇ કર્યા હતા, તેવી રીતે જ આમને પણ માહિતીગાર કરીશું. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પાસવર્ડ્સનું આંતરિક રીતે દુરુપયોગ કરવામાં આવ્યું નથી અને તેને ખોટી રીતે એક્સેસ પણ કરાયા નથી.

    આ પણ વાંચો: Xiaomi યૂઝર્સને લાગશે ઝાટકો, જુના સ્માર્ટફોન આવશે આ પ્રોબ્લમ

    ઇમેલ કોન્ટેક્ટ્સ પણ થયા અપલોડ

    ફેસબુકે બુધવારે માહિતી આપી કે, અજાણતાં મે, 2016થી અત્યાર સુધી 15 લાખ યુઝર્સના ઇમેલ કોન્ટેક્ટ્સને અપલોડ કરવામાં આવ્યા. માર્ચમાં પહેલીવાર સાઇન અપ કરનારા યુઝર્સને ઇમેલ પાસવર્ડ વેરિફિકેશન ઓપ્શન ઓફર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. કેટલાક મામલા સામે આવ્યા છે, જેમાં યુઝર્સના એકાઉન્ટ ક્રિએટ કરતાં તેમના કોન્ટેક્ટ્સ ફેસબુક પર અપલોડ થઇ ગયા હતા. આ કોન્ટેક્ટ્સને કોઇની સાથે શેર કરવામાં આવ્યા નથી. હવે આને ડિલીટ કરાઇ રહ્યાં છે.
    Published by:Azhar Patangwala
    First published: