ડેટા સેફ્ટી માટે કરેલા બદલાવ પર FBએ સરકારને આપ્યો જવાબ

News18 Gujarati
Updated: May 12, 2018, 12:32 PM IST
ડેટા સેફ્ટી માટે કરેલા બદલાવ પર FBએ સરકારને આપ્યો જવાબ

  • Share this:
ફેસબુકે ડેટા લીક કેસમાં ભારત સરકારની નવી નોટિસ પર પોતાનો જવાબ આપ્યો છે. તેમણે જવાબમાં ફેસબુકે તે ફેરફારો વિશે જાણકારી આપી છે કે જે યુઝર્સના ડેટાને સલામત રાખવામાં મદદરૂપ થશે. ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું કે કંપની ભારત સરકારની આભારી છે કે તેઓએ ફેસબુકને તેમની વાત કરવા માટે તક આપી.

ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલા જવાબમાં પ્રવક્તાએ જણાવ્યું કે અમે લોકોની સુચનાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. સાથે સાથે અમે ભારતની ચૂંટણીમાં પ્રમાણિકતાની ખાતરી કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે અમે જરૂરી પ્રશ્નોના જવાબો આપ્યા છે.

અમે યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે બદલાવ કર્યો છે. સાથે સાથે અમે ચૂંટણીમાં કોઇ પ્રકારની અડચણને બચાવવા પણ તૈયાર છીએ. અમે ફૅન્સ એકાઉન્ટ્સ, જાહેરાતમાં પારદર્શિતા વધારવા અને ફેક ન્યૂઝની ચિંતાને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે, બ્રિટનના કેમેરિઝ ઍનલિટિકાએ અત્યાર સુધી સરકારને બીજી નોટિસનો ઔપચારીક રીતે જવાબ આપ્યો નથી.

ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બન્નેના જવાબ મળ્યા બાદ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે.


સરકારે માર્ચના અંતમાં ફેસબુકને નોટિસ મોકલીને પૂછ્યુ હતુ કે શું ભારતીય મતદારો અને યુઝર્સના ડેટા કેમ્બ્રિજ ઍનાલિટિકા અથવા અન્ય કોઇ યુનિટે ઉપયોગ કર્યો. આ પ્રકારની નોટિસ કેમ્બ્રિજ ઍનલિટિકાને પણ મોકલવામાં આવી હતી.

બન્ને કંપનીઓના છેલ્લા જવાબથી સંતોષ ન થવા પર સરકારે ગયા મહિને તેમને નવી નોટિસ મોકલી હતી. બંને કંપનીઓ પાસેથી વધારાના પ્રશ્નો પર 10 મી સુધી જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. આ પહેલાં આ જ મહિનામાં કેમ્બ્રિજ ઍનલિટિકાએ તેની વેબસાઈટ પર નિવેદનમાં કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી. 
First published: May 12, 2018, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading