ફેસબુકનો ઉપયોગ કરવા માટે આપવા પડી શકે છે હવે પૈસા !

ફેસબુકનો ઉપયોગ કરવા માટે આપવા પડી શકે છે હવે પૈસા !

 • Share this:
  માર્ક જકરબર્ગે હાલમાં જ કહ્યું હતું કે, ફેસબુક હંમેશા માટે ફ્રિ રહેશે. તે ઉપરાંત તે પણ કહ્યું હતું કે, આના એક પેડ વર્ઝન શરૂ કરવા પર વિચારણા કરવામાં આવી શકે છે. હવે હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ટૂંક સમયમાં જ એક પેડ વર્ઝન લોન્ચ કરવામાં આવશે.

  બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર, ફેસબુક એક સબ્સક્રિપ્શન બેસ્ડ મોડલ માટે એક રિસર્ચ કરી રહ્યું છે. જેથી તે ખબર લગાવી શકાય કે, શું યૂઝર્સ પોતાની પ્રાઈવસી માટે પૈસા ખર્ચવા માટે તૈયાર છે. જોકે, ફેસબુકના પ્રવક્તાએ આ વિશે કોઈ કોમેન્ટ કરી નહતી.  પાછલા કેટલાક સમયમાં ફેસબુકના સબ્સક્રિપ્શન બેસ્ડ મોર્ડલને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, જેમાં યૂઝર્સ કંપનીને પૈસા આપીને પોતાની પ્રાઈવેસીની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે. જોકે, હાલમાં ફેસબુક બધા જ યૂઝર્સ માટે ફ્રિ છે પરંતુ કંપની યૂઝર્સનું ડેટા ક્લેક્ટ કરે છે. આ ડેટાનો ઉપયોગ કરીને જાહેરાત આપનારાઓ પોતાના ટાર્ગેટ યૂઝર્સ સુધી પોતાની એડ પહોંચાડે છે.

  પરંતુ કેમ્બ્રિઝ એનાલિટિકા સ્કેન્ડલ બાદ ડેટાને લઈને એક નવી ચર્ચાએ જન્મ લઈ લીધો છે. ત્યાર બાદથી ફેસબુક પર ખુબ જ દબાણ છે.

  ઉલ્લેખનિય છે કે, કેટલાક સમય પહેલા અમેરિકન સેનેટમાં માર્ક ઝકરબર્ગને તીખા પ્રશ્નોના જવાબ આપવા પડ્યા હતા. તે દરમિયાન ઘણા સાંસદો દ્વારા માર્ક ઝકરબર્ગને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ફેસબુકનો એક એડ-ફ્રી વર્ઝન લાવવાનું વિચારી રહ્યાં છો, જે પેડ પણ હશે. આના જવાબમાં ઝકરબર્ગે સાંસદ ઓરિચ હેચને કહ્યું હતું કે, ફેસબુકનું એક ફ્રિ વર્ઝન હંમેશા ઉપલબ્ધ રહેશે, જ્યારે એક પેડ વર્ઝન વિશે વિચારી શકાય છે.
  First published:May 05, 2018, 18:13 pm