Home /News /tech /Instagram અને TikTok બાદ 150 દેશોમાં લોન્ચ થઈ Facebook Reels, એડ થયા મલ્ટીપલ ફીચર્સ
Instagram અને TikTok બાદ 150 દેશોમાં લોન્ચ થઈ Facebook Reels, એડ થયા મલ્ટીપલ ફીચર્સ
મેટાએ ફેસબુક પર રીલ્સ ફીચર લોન્ચ કરી નાખ્યું છે. (Image- Meta)
Facebook Reels: મેટાએ ફેસબુક પર રીલ્સ ફીચર લોન્ચ કરી નાખ્યું છે.આ શોર્ટ-વિડીયો શેરિંગ ફીચર દુનિયાભરના 150 દેશોમાં એન્ડ્રોઇડ અને iOS પર ફેસબુક એપમાં ઉપલબ્ધ થશે.
Facebook Reels: મેટા (Meta)એ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે ઇન્સ્ટાગ્રામના શોર્ટ વિડીયો ફીચર રીલ્સની જેમ ફેસબુકના રીલ્સ (Facebook Reels) ફીચરને ગ્લોબલ લેવલ પર લોન્ચ કરી રહ્યું છે. કંપનીએ જાહેરાત કરી કે શોર્ટ-વિડીયો શેરિંગ ફીચર દુનિયાભરના 150 દેશોમાં એન્ડ્રોઇડ અને iOS પર ફેસબુક એપમાં ઉપલબ્ધ થશે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે મંગળવારે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, ‘રીલ પહેલાથી જ અમારું અત્યારસુધીનું સૌથી ઝડપી વિકસિત કન્ટેન્ટ ફોર્મેટ છે, અને આજે અમે તેને ફેસબુક પર દરેક માટે ઉપલબ્ધ કરી રહ્યા છીએ.’ ઇન્સ્ટાગ્રામ રીલ્સ શોર્ટ વિડીયો ક્લિપ ફીચર છે જેને 2020માં રજૂ કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટાગ્રામે ચીની શોર્ટ વિડીયો એપ ટિકટોક (TikTok)ને ટક્કર આપવા માટે ફીચરને રોલઆઉટ કર્યું હતું. તે અત્યારસુધીનું સૌથી વધુ યુઝ્ડ ફીચર બની ગયું છે.
60 સેકન્ડ સુધી બનાવી શકશો વિડીયો
રીલ્સને ગ્લોબલી અવેલેબલ કરાવવા ઉપરાંત, મેટાએ ફેસબુક પર રીલ ક્રિએટર્સ માટે નવા એડિટિંગ ટૂલની પણ જાહેરાત કરી. લિસ્ટમાં રીમિક્સ, ડ્રાફ્ટ અને વિડીયો ક્લિપિંગ જેવી વિશેષતાઓ સામેલ છે. જેમ ફેસબુક કહે છે, રીમિક્સ યુઝર્સને ફેસબુક પર હાજર, પબ્લિકલી શેર થયેલી રીલ સાથે પોતાની ખુદની રીલ બનાવવા આપશે.
બીજી તરફ, ડ્રાફ્ટ ફંક્શનાલિટી યુઝર્સને રીલને ડ્રાફ્ટના રૂપમાં સેવ કરવાની સુવિધા આપશે. ત્રીજો વિકલ્પ જેને વિડીયો ક્લિપિંગ કહેવામાં આવે છે, લોંગ ફોર્મેટવાળા વિડીયો રેકોર્ડ કરવા અને શેર કરવા માટે વધુ વિડીયો એડિટિંગ ટૂલ આપશે. આ ઉપરાંત ફેસબુક પોતાના પ્લેટફોર્મ પર 60 સેકન્ડ સુધી રીલ રેકોર્ડ કરવાની કેપેસિટી લાવી રહ્યું છે.
ફેસબુક સ્ટોરીઝ, વોચ અને ન્યુઝફીડમાં દેખાશે રીલ
ફેસબુક પોતાના પ્લેટફોર્મના દરેક ખૂણામાં રીલ્સને પણ આગળ વધારી રહ્યું છે. કંપનીએ કહ્યું કે હવે રીલ સ્ટોરીઝ, વોચ અને ન્યુઝફીડમાં ઉપલબ્ધ હશે જેને હાલમાં જ ફીડ કરવામાં આવ્યું હતું. કંપનીએ એ પણ જણાવ્યું કે અમુક સિલેક્ટેડ દેશોમાં તે એ લોકોને રીલ ઇન યુઝર્સ ફીડનું સૂચન આપવાનું શરુ કરશે, જેમને તેઓ પહેલાંથી જ ફોલો કરે છે.
ફેસબુક ઈચ્છે છે કે રીલ ક્રિએટર્સ માટે પોતાની કમ્યુનિટી સાથે જોડાવા માટે સૌથી સારું પ્લેટફોર્મ હોય, એટલે કંપની નવા મોનેટાઈઝેશન ટૂલ પણ લોન્ચ કરી રહી છે. કંપનીએ રીલ ફીચરના માધ્યમથી કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પૈસા કમાવાની નવી રીતોની પણ જાહેરાત કરી છે. તે તેના પ્રોગ્રામને વધુ વિસ્તૃત કરી રહ્યું છે જે વધુ દેશોમાં ક્રિએટર્સને બોનસ પેમેન્ટ કરવામાં મદદ કરે છે અને એટલે સુધી કે તે ક્રિએટર્સ માટે બેનરો અને સ્ટીકરોના માધ્યમથી ઓવરલે જાહેરાતોનું ટેસ્ટિંગ પણ કરી રહ્યું છે જેથી એડ રેવન્યુ મળી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર