ફેસબૂક યૂઝરોની ઓડિયો ચેટની 'જાસૂસી' કરતું હોવાનો ખુલાસો

News18 Gujarati
Updated: August 14, 2019, 1:22 PM IST
ફેસબૂક યૂઝરોની ઓડિયો ચેટની 'જાસૂસી' કરતું હોવાનો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

ઓડિયો ચેટના ટ્રાન્સક્રીપ્શન માટે કોન્ટ્રાકટરોને પૈસા ચુકવ્યા હોવાનો પણ ખુલાસો થયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકમાં તમારો ડેટા ગોપનીય નથી. એક મોટા ખુલાસામાં એવી વિગતો બહાર આવી છે કે ફેસબૂકે તેના લાખો યૂઝરોની ઓડિયો ચેટની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી છે. કોન્ટ્રાક્ટ પર કામે રાખેલા નોકરિયાતોએ ફેસબૂકની જાસૂસીનું આ કર્યુ હોવાનો પણ ખુલાસો થયો છે.

ફેસુબુકે પણ સ્વીકાર્યુ છે કે કંપનીઓ ઓડિયો ડેટાની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી હતી પરંતુ હવે આવું નહીં કરે. કંપનીએ કહ્યું કે ગૂગલ અને એપલની જેમ અમે એક અઠવાડિયા પહેલાં જ ઓડિયાના હ્યુમન રિવ્યૂ બંધ કરી નાખ્યા છે. ફેસબૂકનો દાવો છે કે કંપનીએ ગૂગલના વોઇસ સર્ચ જેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચકાસવા ઓડિયો ચેટની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી હતી.

આ પણ વાંચો : WhatAppનાં Fingerprint Lock ફીચરથી ચેટ વધારે સલામત રહેશે

યૂઝરના ઓડિયો ડેટાને ટ્રાન્સક્રીપ્ટ કરવાના આરોપ સબબ વિશ્વની મોટી ટેક કંપની એમેઝોન, એપલ વગેરે સાણસામાં લેવાઈ છે. માર્ક ઝુકરબર્ગે અમેરિકાના સેનેટર ગેરી પીટર્સને વર્ષ 2018ની એપ્રિલના રોજ યોજાયેલી એક સુનાવણીમાં કહ્યું હતું કે અમે માઇક્રોફોનથી રેકોર્ડ થતા ડેટાને સાંભળીને તેનો જાહેરાતના સંદર્ભમાં ઉપયોગ કરતા નથી.

કંપનીએ અમેરિકાના સાંસદો સામેની સુનાવણીમાં એકરાર કર્યો હતો. જેમણે વોઇસ ડેટાના રિવ્યૂની પરવાનગી આપી હોય, ફેસબૂક માત્ર એવા યૂઝર્સનો ડેટા જ સંગ્રહ કરે છે
First published: August 14, 2019, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading