Home /News /tech /

WhatsAppની જેમ હવે Instagram પર પણ મોકલો Voice મેસેજ, જાણો કેવી રીતે

WhatsAppની જેમ હવે Instagram પર પણ મોકલો Voice મેસેજ, જાણો કેવી રીતે

નવી સુવિધાઓનો ઉપયોગ કરીને યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ પર વોઇસ મેસેજ રેકોર્ડ કરી સેન્ડ કરી શકશે.

નવી સુવિધાઓનો ઉપયોગ કરીને યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ પર વોઇસ મેસેજ રેકોર્ડ કરી સેન્ડ કરી શકશે.

    સોશિયલ મીડિયા અથવા મેસેજિંગ એપ્લિકેશન, પર નવી નવી સુવિધાઓ ઓફર કરવામાં આવી રહી છે. હવે ઇન્સ્ટાગ્રામ તેના યૂઝર્સ માટે સારા સમાચાર લાઇને આવ્યું છે. ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એપમાં વોઇસ મેસેજ ફિચર લોન્ચ કર્યુ છે. આ નવા ફિચર્સથી યૂઝર્સ વોટ્સએપની જેમ ઇન્સ્ટાગ્રામ પર પણ વોઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકશે.

    કેવી રીતે કામ કરશે આ ફિચર?

    ઇન્સ્ટાગ્રામ વોઇસ મેસેજિંગ સેવાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે ચેટ બોક્સમાં માઇક્રોફોન બટનને હોલ્ડ રાખવું પડશે. આ બાદ શોર્ટ વોઇસ મેસેજ રેકોર્ડ થવા લાગશે. રેકોર્ડિંગ પૂર્ણ થયા બાદ યૂઝર મેસેજ મોકલી શકશે. આ ઉપરાંત જો વોઇસ મેસેજ ખોટો રેકોર્ડ થઇ જાય તો તે લેફ્ટ સ્વાઇપ કરી આ મેસેજને કેન્સલ પણ કરી શકે છે.

    આ પણ વાચો:  WhatsAppમાં આવનારા આ ફિચરથી તમારી આંખોને નહીં થાય નુકસાન

    આ ફિચરમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે યૂઝર્સે મોકલેલા મેસેજને unsend પણ કરી શકે છે. આ માટે યૂઝર્સનેVoice message પર લોન્ગ પ્રેસ કરવું પડશે. ત્યારબાદ અનસેન્ડ વોઇસ મસેજનો પણ ઓપ્શન આવી જશે.

    આ પણ વાચો: જો કરી આ ભૂલ તો, WhatsApp થઇ શકે છે બ્લોક


    ઇન્સ્ટાગ્રામની આ નવી સુવિધાને Android અને iOS બંને યૂઝર્સો માટે રીલીઝ કરવામાં આવી છે. જો તમને આ સુવિધા હજુ સુધી દેખાતી નથી, તો તેના તમે તમારી એપ્લિકેશનને અપડેટ કરો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Facebook, Instagram, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन