Facebookનું નવું ફીચર! યુઝર્સને ન્યુઝ ફીડ પર મળશે વધુ કન્ટ્રો, જાણો તેના ફાયદા

Facebookનું નવું ફીચર! યુઝર્સને ન્યુઝ ફીડ પર મળશે વધુ કન્ટ્રો, જાણો તેના ફાયદા
પ્રતિકાત્મક તસવીર

ફેસબુકે નવું ફિલ્ટર લોન્ચ કર્યું છે, જે યુઝર્સ, ક્રિએટર્સ અને બ્રાન્ડ્સને તેમની પોસ્ટ પર પબ્લિક કમેન્ટની લિમિટને કંટ્રોલ કરવાની સુવિધા આપશે

  • Share this:
ફેસબુક પણ ટ્વીટર અને ટિકિટોકની રહે ચાલવા માંડ્યું છે. ટ્વીટર અને ટિક્ટોકની જેમ ફેસબુક પણ હવે યુઝર્સ અને બ્રાન્ડ્સના કમેન્ટ પર લિમિટ સેટ કરવાની સગવળ આપશે. ઉલ્લેખનીય છે કે, ફેસબુકે નવું ફિલ્ટર લોન્ચ કર્યું છે, જે યુઝર્સ, ક્રિએટર્સ અને બ્રાન્ડ્સને તેમની પોસ્ટ પર પબ્લિક કમેન્ટની લિમિટને કંટ્રોલ કરવાની સુવિધા આપશે. જેનાથી પોસ્ટ પર આપણે ઇચ્છતા ન હોય તેવી કમેન્ટ્સ અને વાતચીત ઓછી કરી દેશે.

આ નવું ફિલ્ટર ટૂલ યુઝર્સને એવી પ્રોફાઈલ અને પેજ પર કમેન્ટ સીમિત કરવાની ક્ષમતા આપશે જેમાં તેમને ટેગ કરવામાં આવ્યા છે. તેમાં એવી પોસ્ટનો પણ સમાવેશ થાય છે, જેમાં ટ્રોલિંગ અને બુલિંગ થતું હોય. જેનાથી ટ્રોલિંગમાં પણ નિયંત્રણ આવશે.



જોકે, આ ફીડ અલ્ગોરિધમને બંધ કરવા માટે આસાન રીત પણ હશે અને કન્ટેન્ટ ક્રમમાં પોસ્ટ થશે. ગત વર્ષે ઓક્ટોબરમાં ફેસબુકે 'Favourite' નામનું ટૂલ લોન્ચ કર્યું હતું. જેમાં યુઝર્સને 30 ફ્રેન્ડ્સ અને પેજ સિલેક્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ ફીચરમાં તેઓ પોતાના કન્ટેન્ટને પ્રાથમિકતા આપે છે, જેના માટે એક અલગ ન્યુઝ ફીડ પ્રદર્શિત કરવામાં આવશે.

કંપનીએ અગાઉ યુઝર્સને પોતાની ફીડને ‘Most Recent’ના રૂપમાં નંબરવાઇસ ગોઠવવા માટે ઓપ્શન આપ્યો હતો. પરંતુ તેને હટાવી દેવાયું હતું. જોકે, ફેસબુક હવે Favourite અને Recent ફિલ્ટરને પ્રાથમિકતા આપી રહ્યું છે. જેમથી ન્યુઝ ફીડના ટોપમાં તેને લેગ-અલગ ટેબમાં એડ કરી શકાય.

ફીડ ફિલ્ટર બાર એવા યુઝર્સ માટે ઉપલબ્ધ છે જે વધુ સમય Favouriteનો ઉપયોગ કરે છે. જેનાથી યુઝર્સ તેમના ફેવરેટ લોકોના તાજેતરના કન્ટેન્ટને આસાનીથી જોઈ શકે છે.

મહત્વનું છે કે આ ફીચર હાલ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ચાલુ કરાયું છે. આગામી સમયમાં આ ફીચર iOS માટે પણ ઉપલબ્ધ હશે. ફેસબુકે કહ્યું, એ સ્પષ્ટ નથી કે આ ફીચર ફેસબુકના વેબ વર્ઝન પર ક્યારે આવશે.
Published by:News18 Gujarati
First published:April 05, 2021, 19:22 pm

ટૉપ ન્યૂઝ