હવે ફેસબૂક લાવી રહ્યુ છે સિંગલ લોકો માટે નવુ ફિચર્સ, કોઇને નહીં પડે ખબર

News18 Gujarati
Updated: August 5, 2018, 4:09 PM IST
હવે ફેસબૂક લાવી રહ્યુ છે સિંગલ લોકો માટે નવુ ફિચર્સ, કોઇને નહીં પડે ખબર
યુઝરને ડેટીંગ હોમ માં એન્ટ્રી કરવા માટે સૌથી પહેલા પ્રોફાઇલ્સ પર હાર્ટ આઇકોન (હૃદય ચિહ્ન) પર ક્લિક કરવુ પડશે.

  • Share this:
રિપોર્ટ મુજબ, એપ રિસર્ચર જેન મંચુન વોગે ડેટિંગ ફિચરના ટેસ્ટિંગના ઇવિડેન્સ એકત્રિત કર્યા અને તેને ટ્વિટર પર શેર કર્યુ. તેના સ્ક્રીનશોટમાં લખેલું છે કે આ પ્રોડક્ટ અમેરિકાના ફેસબુક કર્મચારીઓ માટે છે, જેને ફેસબુકની નવી ડેટિંગ ફિચરની ટેસ્ટીંગમાં સામેલ થવાનો નિર્ણય કર્યો.

રિપોર્ટ પ્રમાણે, ફેસબુકે તેમના કર્મચારીઓને જણાવ્યું કે તે તેમની ડેટિંગ પ્રોફાઇલ્સમાં ફર્જી ડેટાનો ઉપયોગ કરી રહી છે અને કંપની આ સાર્વજનિક રૂપથી લોન્ચ પહેલા આ તમામ ડેટાને ડિલીટ કરી દેશે.

સ્ક્રિનશોટમાં આગળ લખેલુ છે કે આ ટેસ્ટિંગમાં સામેલ થવું સંપૂર્ણપણે સ્વેચ્છિક છે અને તેનાથી તમારી નોકરી પર કોઈ અસર થશે નહીં. જોકે, સોશિયલ મીડિયા દિગ્ગજે સ્વીકાર્યું કે તે મુખ્ય ફેસબુક એપની અંદર ડેટિંગની એપનું ટેસ્ટ્ટીંગ કરી રહી છે, પરંતુ તે વિશે વધુ માહિતી આપવા ઇન્કાર કર્યો છે.
તેઓ આગળ જણાવ્યું કે, અમે તેને પ્રાઇવેસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી રહ્યા છીએ. યુઝરને 'ડેટીંગ હોમ' માં એન્ટ્રી કરવા માટે સૌથી પહેલા પ્રોફાઇલ્સ પર હાર્ટ આઇકોન (હૃદય ચિહ્ન) પર ક્લિક કરો.અહીં પહોંચ્યા બાદ યુઝર એક ડેટિંગ પ્રોફાઇલ બનાવી શકશે. તમારા મિત્ર તમારી ડેટિંગ પ્રોફાઇલને નહી જોઇ શકે અને તમને માત્ર તે લોકોથી ડેટિંગની સલાહ મળશે, જે તમારા ફ્રેન્ડ લીસ્ટમાં હોય.

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કંપનીના વાર્ષિક એફ 8 ડેવલપર કોન્ફરન્સમાં જણાવ્યું કે, 'ફેસબુક પર 20 કરોડ લોકો એવા છે, જેઓએ પોતાને સિંગલ તરીકે લીસ્ટ કરી રાખ્યુ છે. આમાં ચોક્કસપણે અહીં અમારા માટે કંઈક કરવાની તક છે. ' ફેસબુકનો આ ઑપ્ટ-ઈન ફિચર યૂઝર્સના આવ લોકો સાથે જોડાવામાં મદદ કરશે. જે પહેલાથી તેમાં જોડાયેલ નથી.
First published: August 5, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...