Facebook પર હવે Love, Hahaની સાથે આપી શકશો Hugનું રિએક્શન, મેસેન્જરમાં પણ નવું Emoji

Facebook પર હવે Love, Hahaની સાથે આપી શકશો Hugનું રિએક્શન, મેસેન્જરમાં પણ નવું Emoji
આ નવા ઇમોજી ફેસબુકનાં ઇમોજી લાઇક, બેસિક હાર્ટ, લાફ, સેડ, શોક, અને એંગરવાળા ઇમોજી સાથે દેખાશે.

આ નવા ઇમોજી ફેસબુકનાં ઇમોજી લાઇક, બેસિક હાર્ટ, લાફ, સેડ, શોક, અને એંગરવાળા ઇમોજી સાથે દેખાશે.

  • Share this:
    ફેસબૂકે (Facebook) પોતાના એપ અને મેસેન્જર (messenger) માટે બે નવા ઇમોજી રિએક્શન એડ કર્યાં છે. નવા રિએક્શન કોવિડ 19 સાથે (Covid-19) જોડાયેલા છે જેનું નામ 'care' રાખવામાં આવ્યું છે. આ દ્વારા યૂઝર્સ એકબીજાની પોસ્ટ પર સપોર્ટ બતાવી શકશે. ફેસબૂક પર આ ઇમોજી ફેસ હગિગનાં (face hugging) રૂપમાં બનાવ્યું છે. જ્યારે મેસેન્જર પર આવેલા નવા ઇમોજીને પલ્સિગ હાર્ટ (pulsing heart) જેવું બનાવવામાં આવ્યું છે. આ નવા ઇમોજી ફેસબુકનાં ઇમોજી લાઇક, બેસિક હાર્ટ, લાફ, સેડ, શોક, અને એંગરવાળા ઇમોજી સાથે દેખાશે.

    ફેસબુકે રિએક્શન વર્ષ 2015માં લોન્ચ કર્યા હતાં. આ પહેલા માત્ર ‘thumbsup’ નું જ રિએક્શન દેખાતુ હતું. જે બાદ યૂઝર્સના વધારે ઇમેશન બતાવાવ માટે વધારે ઇમોજી એડ કર્યા હતાં.





    ફેસબુરનું નવું કેર ઇમોજી એપમાં આવતા સપ્તાહથી મળવાનું શરૂ થશે. જ્યારે મેસેન્જરવાળુ ઇમોજી કેટલાક દેશોમાં રોલઆઉટ થઇ ગયુ છે.

    આ પણ વાંચો : Reliance Jio ગ્રાહકો માટે ખુશખબર! લૉકડાઉન સુધી કૉલિંગ સાથે જોડાયેલી આ સુવિધા મળતી રહેશે

    સોશિયલ મીડિયા સાઇટ તરફથી EMEA રીઝનમાં ફેસબૂકનાં કમ્યુનિકેશન મેનેજરે એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, અમને ખબર છે કે આ મુશ્કેલ સમય છે. અમે ઇચ્છીએ છીએ કે યૂઝર્સ પોતાના મિત્રો અને પરિવારને સપોર્ટ દર્શાવી શકે. જે માટે અમે નવી રીત લઇને આવ્યાં છે.

    આ પણ જુઓ - 
    Published by:News18 Gujarati
    First published:April 18, 2020, 14:19 pm

    ટૉપ ન્યૂઝ