ફેસબુક મેસેન્જરના યૂઝર્સ હવે ટૂંક સમયમાં સેન્ડ કરેલા મેસેજને ડિલીટ કરી શકશે, ફેસબૂકે તાજેતરમાં જાણકારી આપી છે કે આ સુવિધાઓ નવા વર્ઝનમાં આવશે. જ્યાં યૂઝર્સ મેસેન્જરમાં મોકલેલા મેસેજને 10 મીનિટની અંદર ડિલીટ કરી શકશે. એવું કહેવામાં આવ્યું છે કે આ સુવિધા સૌપ્રથમ આઇઓએસનાં વર્ઝન 191.0 માં રજૂ કરવામાં આવશે.
ફેસબુકના રિલીઝ નોટ્સમાં જણાવાયું છે કે આ નવા સુધારા સાથે, આઇઓએસ યુઝર 10 મીનિટની અંદર તેમના કોઈપણ મેસેજને કાઢી શકશે. હવે જો કોઈ યૂઝર્સ ખોટી વાતચીતમાં મેસેજ, ફોટો અથવા કોઈ માહિતી મોકલે છે, તો મેસેજ મોકલવાના 10 મીનિટની અંદર તે મેસેજ પાછો ખેંચી શકે છે.
આ નવી સુવિધાનો આ વર્ષે એપ્રિલમાં પ્રારંભ થયો હતો અને ઑક્ટોબરમાં પરીક્ષણ શરૂ કર્યું હતું. અહેવાલ અનુસાર, ફેસબુક મેસેન્જર યૂઝર્સ તેમના રીસીવર બન્નેના ઇનબોક્સથી મેસેજને ડિલીટ કરી શકશે.
WhatsApp અને Instagram પર પહેલેથી જ છે આ ફિચર
ઇન્ટન્ટ મસેજિંગ સર્વિસ વોટ્સએપ અને ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલીને ડિલીટ કરવાનું ફિચર પહેલેથી જ ઉપલબ્ધ છે., હાલમાં જ વોટ્સએપના આ ફિચરને મર્યાદામાં રાખવાની જાણકારી મળી હતી,.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર