મિત્રો સાથે ચેટ કરવા માટે ફેસબુક મેસેન્જર સૌથી સરળ રસ્તો છે. કેટલાક લોકો તેમના ફોનમાં ફેસબુક એપ્લિકેશન્સને બદલે મેસેન્જરનો ઉપયોગ કરે છે. જો તમે તમારા ફોનમાં ફેસબુક ડાઉનલોડ કરો છો, તો તમારે ચેટિંગ માટે Messenger એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે.
પરંતુ હવે સમાચાર છે કે ફેસબુક યૂઝર્સને ચેટિંગ કરવા અલગથી મેસેન્જર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, પરંતુ મેસેન્જર ફંકશનને ફેસબુક એપ્લિકેશનમાં જ ઉમેરવા કરવામાં આવ્યું છે. આ માહિતી એપ્લિકેશન સંશોધક જેન માન્ચુન વાંગએ કેટલાક સ્ક્રીન શોટ્સ શેર કરી આપી છે.
ખરેખર, એપ્લિકેશન સંશોધક જેન માંચુન વાંગે તેમના ટ્વિટર પર કેટલાક સ્ક્રીન શોટ્સ શેર કર્યા છે. જેમા સૌથી ઉપર મેસેન્જરનો આઇકન જોવા મળી રહ્યો છે. જેના પર ક્લીક કર્યા બાદ યૂઝર્સને ફેસબૂક કનેક્ટનું લિસ્ટ જોવા મળશે. તેથી તે સ્પષ્ટ થઇ ગયુ છે કે યૂઝર્સ હવે પહેલાની જેમ ફેસબુક એપ્લિકેશનમાં મેસેન્જરનો લાભ લઇ શકશે.
ફેસબુકએ 2011માં મેસેન્જર એપ્લિકેશનને લૉન્ચ કરી હતી. તે સમયે યૂઝર્સ મેસેન્જર એપ્લિશનને ડાઉનલોડ કર્યા વગર કોઈપણ સાથે પણ વાત કરી શકતા હતા, પરંતુ ફેસબુકએ ત્રણ વર્ષ પછી મુખ્ય ફેસબુક એપ્લિકેશનથી મેસેન્જર સુવિધા દૂર કરી હતી, પરંતુ હવે ફેસબુકે આ સુવિધાઓને ફરી શરૂ કરી દીધી છે.
જો કે, ફેસબુક ચેટ ઓપ્શનની આ સુવિધામાં ખામી છે કે તમે કોઈપણ અન્ય યૂઝર્સને વીડિયો અથવા વૉઇસ કૉલ્સ કરી શકશો નહીં કારણ કે તેના માટે તમારે અલગથી Messenger એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ સુવિધા હાલ તમામ માટે અપડેટ કરાઈ નથી, પરંતુ કેટલાક યૂઝર્સને તેને સ્પૉટ કરી છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર