WhatsApp ની જેમ Facebook Messengerમાં આવ્યું આ ફિચર

આ સુવિધાનો લાભ લેવા માટે તમારે પહેલા તમારા મેસેન્જરને અપડેટ કરવું પડશે.

આ સુવિધાનો લાભ લેવા માટે તમારે પહેલા તમારા મેસેન્જરને અપડેટ કરવું પડશે.

  • Share this:
    ફેસબુક મેસેન્જર ચેટ અનુભવને મજેદાર બનાવવા માટે અનેક ફિચર રજૂ કરી રહ્યું છે. ફરી એકવાર મેસેન્જરને વોટ્સએપની જેમ માર્ક કરીને રિપ્લાઇ કરનાર ફિચરને રોલઆઉટ કર્યુ છે. હવે મેસેન્જરનો ઉપયોગ કરનારા યૂઝર્સ કોઇપણને રિપ્લાઇ માર્ક કરીને આપી શકે છે. જાણો કેવી રીતે કરશે કામ.

    જો તમે મેસેન્જરનો ઉપયોગ કરો છો અને આ સુવિધાનો લાભ લેવા માંગો છો, તો તમારે પહેલા તમારા મેસેન્જરને અપડેટ કરવું આવશ્યક છે. આ બાદ તમે કોઈને મેસેજ મોકલવા માટે થોડો સમય દબાવીને રાખો, ત્યારે તમે જવાબ વિકલ્પ દેખાશે, આ રીતે તમે મૂળ મેસેજનો જવાબ આપી શકો છો. જો કે, આ સુવિધા અનેક યૂઝર્સ માટે રોલઆઉટ છે.

    તાજેતરમાં ફેસબૂકે મેસેન્જરમાં એક નવુ ફિચર ડાર્ક મોડ એડ કર્યુ છે. આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓઓસ બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ફેસબૂકે છેલ્લા વર્ષે ઓકટોબરમાં થયેલી એફ8 માં કોન્ફે્રેસમાં Messenger માટે એક ડાર્ક મોડની જાહેરાત કરી હતી. ફેસબૂક મેસેજન્જરમાં આવેલું ડાર્ક મોડ ફિચર યૂઝર્સને મજેદાર એક્સપિરિયન્સ આપે છે.

    તાજેતરના સમાચાર હતા કે વૉટસએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામને ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આનાથી તમે વોટ્સએપ મેસેન્જર અથવા ઇન્સ્ટાગ્રામ પરથી કોઈપણને મેસેજ મોકલી શકશો. આ રીતે વોટ્સએપથી મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી શકશો અને ઇન્સ્ટાગ્રામથી અન્ય બે સોશિયલ પ્લેટફોર્મ પર મેસેજ મોકલવાની સુવિધા મળી જશે.

    આશા છે કે આ વર્ષના અંતમાં અથવા વર્ષ 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. તેનો ફાયદો ફેસબુકને થશે કારણ કે તે ફેસબુક પર વધુ સમય પસાર કરનારા સક્રિય યૂઝર્સઓની સંખ્યામાં વધારો કરશે.
    Published by:Bhoomi Koyani
    First published: