Facebook Messenger Update Features: મેટા (Meta)એ ફેસબુક મેસેન્જર એપ (Facebook Messenger App) માટે કેટલાક જોરદાર અપડેટ્સ રોલ આઉટ કર્યા છે. મેટાએ મેસેન્જર એપ માટે સ્પ્લિટ પેમેન્ટ્સ ફીચર (Split Payments Feature), વોઇસ મેસેજ ફીચર (Voice Message Feature), વેનિશ મોડ (Vanish Mode) સાથે ડિસઅપિઅર થનારા મેસેજ અને અન્ય ફીચર્સની જાહેરાત કરી છે. મેટા દ્વારા અનાઉન્સ કરવામાં આવેલા કેટલાક ફીચર્સ શરૂઆતમાં અમેરિકન યુઝર્સ માટે અવેલેબલ હશે. આ પહેલા, મેસેન્જરને એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ ચેટ માટે ફીચર્સને શરુ કર્યા હતા.
મેસેન્જર પર ફીચર્સની જાહેરાત કરતા મેટાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, ‘અમે અમેરિકામાં એ તમામ લોકો માટે મેસેન્જર પર સ્પ્લિટ પેમેન્ટ શરૂ કરી રહ્યા છીએ જે iOS અથવા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે. અમે વોઇસ મેસેજ રેકોર્ડિંગ કંટ્રોલ અને ડિસઅપિયર થનારા મેસેજ મોકલવા માટે એક મોડ પણ રજૂ કરી રહ્યા છીએ.’
સ્પ્લિટ પેમેન્ટ ફીચર, તેના નામ મુજબ યુઝર્સને પેમેન્ટ ડિવાઈડ કરવાની સુવિધા આપશે. ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ગ્રુપ ચેટમાં + આઇકન પર ટેપ કરવું પડશે છે અને પેમેન્ટ ટેબને સિલેક્ટ કરવાની રહેશે. ત્યાંથી યુઝર્સ પોતાના બિલને ઇક્વલ સ્પ્લિટ કરી શકે છે અથવા દરેક વ્યક્તિ માટે અમાઉન્ટને કસ્ટમાઇઝ કરી શકે છે. તેઓ એક પર્સનલ મેસેજ પણ મોકલી શકે છે, તેમના પેમેન્ટ ડિટેલની પુષ્ટિ કરી શકે છે અને રિક્વેસ્ટ મોકલી શકે છે.
વોઇસ મેસેજ ફીચર
ફેસબુક મેસેન્જર ટૂંક સમયમાં જ યુઝર્સને એપ પર ઓડિયો મેસેજ મોકલવાનું ફીચર આપશે. મેસેન્જર ટૂંક સમયમાં યુઝર્સને વોઇસ મેસેજ મોકલતા પહેલા પોઝ, પ્રિવ્યુ, ડિલીટ અથવા રેકોર્ડ કરવાની સુવિધા આપશે. મેસેન્જરે વોઈસ મેસેજનો સમય પણ એક મિનિટથી વધારીને 30 મિનિટ કર્યો છે. આનો અર્થ એ છે કે હવે તમે વોઇસ મેસેજ તરીકે આખું ગીત પણ રેકોર્ડ કરી શકો છો.
Messengerમાં WhatsApp જેવી વોઈસ નોટ્સ મળશે. વેનિશ મોડ સાથે, તમારા મેસેજ જોયા પછી ગાયબ થઈ જાય છે. યુઝર્સ ડિસઅપિયર થઈ ગયેલા મીમ્સ, GIF, સ્ટીકર અથવા રિએક્શન પણ મોકલી શકશે. વેનિશ મોડને ચાલુ કરવા માટે તમારા મોબાઇલ ડિવાઈસ પર હાલની ચેટ થ્રેડ ખોલો અને ઉપર તરફ સ્વાઇપ કરો. ફરીથી ઉપર સ્વાઇપ કરો અને તમે તમારી રેગ્યુલર ચેટ પર પાછા આવી જશો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર