માર્ક ઝકરબર્ગે માંગી માફી, કહ્યું ભારતની ચૂંટણીમાં ઇમાનદારી રાખીશું

News18 Gujarati
Updated: April 11, 2018, 7:51 AM IST
માર્ક ઝકરબર્ગે માંગી માફી, કહ્યું ભારતની ચૂંટણીમાં ઇમાનદારી રાખીશું

  • Share this:
ફેસબુક સંસ્થાપક માર્ક ઝકરબર્ગએ ડેટા લીક મામલામાં અમેરિકન કોંગ્રેસ કમિટિ સામે માફી માંગી હતી. તેમણે ફેસબુક દ્વારા થયેલી ગરબડ સ્વિકારી અને કહ્યું કે ભારતમાં આગામી ચૂંટણીમાં ઇમાનદારી વર્તશે. તેમણે કહ્યું કે  ફેસબુકમાં જે કાંઇપણ થયું તેની જવાબદારી મારી છે.

અમેરિકન કોંગ્રેસ કમિટિ સમક્ષ ઝકરબર્ગે કહ્યું કે અમારી એ જવાબદારી છે કે માત્ર ટૂલ જ ન બનાવીએ પરંતુ તે પણ જોઇએ કે તે ટૂલ્સનો સારો ઉપયોગ થાય છે કે નહીં. એ સ્પષ્ટ છે કે અમે ટૂલ્સનો ઉપયોગ ખોટી રીતે થતો હતો તે રોકી ન શક્યા. ફેક ન્યૂઝ , હેટ સ્પીચ, ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ, ડેટાની અંગતતા જેવા નુકશાનને રોકવા માટે પર્યાપ્ત પગલા ઉઠાવી ન શક્યા. અમે અમારી જવાબદારી સારી રીતે નિભાવી શક્યા નથી. આ મોટી ભૂલ છે અને હું માફી માંગુ છું. મે ફેસબુક શરૂ કર્યું અને હું ચલાવું છું એટલે અહિંયા જે કાંઇપણ થાય છે તેના માટે હું જવાબદાર પણ છું.

અમેરિકન કોંગ્રેસ કમિટિ સમક્ષ સુનાવણી દરમિયાન ઝકરબર્ગને આ મામલે ઘણી આલોચનાનો સામનો કપવો પડ્યો. સુનાવણી દરમિયાન તે ઘણાં ગંભીર અને તેમણે સાંસદોની વાત સાંભળી.

ઝકરબર્ગે પોતાની ભૂલ સ્વિકારી
યુએસ કોંગ્રેસ સમક્ષ હાજર થતા પહેલા ઝકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે સ્વીકાર કરતા કહ્યું હતું કે છેલ્લા થોડા વર્ષોમાં ફેસબુકથી ભૂલ થઈ હતી. આને સુધારવા માટે અમે તૈયાર છીએ. માર્ક ઝકરબર્ગે સોમવારે એક લાંબી ફેસબુક પોસ્ટ લખી હતી. જેમાં લખ્યું હતું કે 2018માં ફેસબુકના ઇન્ટરફેસને સુરક્ષિત રાખવું અને ચૂંટણી દરમિયાન ફેસબુકના માધ્યમથી ખોટી માહિતી ફેલાતી રોકવી એ અમારી પ્રાથમિકતા રહેશે.

ડેટા લિક બાદ ફેસબુકે ભર્યા હતા આવા પગલામાર્ક ઝકરબર્ગે લખ્યું કે તેની કંપની અમુક જરૂરી પગલાં ભરવા જઈ રહી છે. તેણે કહ્યું કે એક નવું એઆઈ ટૂલ બનાવવામાં આવશે જે હજારો ફેક એકાઉન્ટ્સને શોધીને તેને ડિલીટ કરશે. આ ઉપરાંત એઆઈ તમામ રાજકીય જાહેરાત આપનાર મોટા પેજના એડમિન્સને વેરિફાય કરશે. આ સાથે જ એક ટ્રાન્સપરન્સી ટૂલ લોંચ કરવામાં આવશે. એક સ્વતંત્ર ઇલેક્શન રિચર્સ કમિશન બનાવવામાં આવશે. જે ચૂંટણી અને લોકશાહી પર સોશિયલ મીડિયાના પ્રભાવની તપાસ કરશે.
First published: April 11, 2018, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading