Home /News /tech /ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવતા ફેસબુકનું ટ્વિટર હેન્ડલ લૉક

ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવતા ફેસબુકનું ટ્વિટર હેન્ડલ લૉક

ટ્વીટર પર ફેસબુક પેજ લૉક થયું.

ફેસબુકનું નામ બદલાયું તે દરમિયાન કંપનીએ ટ્વિટર પર જણાવ્યું કે, ‘ફેસબુકનું નવું નામ મેટા હશે. મેટા મેટાવર્સ બનવામાં મદદ કરશે.'

મુંબઈ: ફેસબુકનું નામ હવે બદલીને 'મેટા' (Meta) કરી દેવામાં આવ્યું છે અને હવે તેમાં અપડેટ કરવાનું પણ શરૂ દીધું છે. ફેસબુકનું ટ્વિટર પેજ (Facebook Twitter page) ઓપન કરવાથી ખબર પડે છે કે, પેજ લોક થઈ ગયું છે. ટ્વિટ હવે માત્ર અપ્રુવ ફોલોઅર્સ જ જોઈ શકશે. રિબ્રાન્ડિંગ દર્શાવવા માટે ફેસબુકનું નામ બદલી દેવામાં આવ્યું છે. એટલે કે જો તમે ગઈકાલની જાહેરાત પહેલા જો @Facebookને ફોલો કરી રહ્યા હતો તો તમે @Metaને ફોલો કરી રહ્યા હશો. ફેસબુકે ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપી છે કે, અમે જે એપ્સ બનાવી છે- ઈન્સ્ટાગ્રામ (Instagram), મેસેન્જર અને વોટ્સએપ (WhatsApp) તેનું નામ યથાવત્ રહેશે.

ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું

ફેસબુકનું નામ બદલાયું તે દરમિયાન કંપનીએ ટ્વિટર પર જણાવ્યું કે, ‘ફેસબુકનું નવું નામ મેટા હશે. મેટા મેટાવર્સ બનવામાં મદદ કરશે. આ એક એવું પ્લેટફોર્મ હશે, જ્યાં 3D ટેકનિકથી લોકો એકબીજા સાથે જોડાશે.’ ફેસબુક તરફથી 15 સેકન્ડનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું છે. વીડિયોમાં મેટાનો લોગો પણ જાહેર કરવામાં આવ્યો છે. વર્ટિકલ 8ના આઈડિયા પર મેટાનો લોગો બ્લ્યૂ કલરમાં જાહેર કરવામાં આવ્યો છે.

મેટાનું વર્ચ્યુઅલ વર્લ્ડ

ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, કંપનીનું નામ મેટા કરી દેવામાં આવશે. મેટાવર્સનો ઉપયોગ ડિજિટલ દુનિયામાં વર્ચ્યુઅલ ઈન્ટરએક્ટિવ સ્પેસને જાણવા અને સમજવા માટે કરવામાં આવે છે. મેટાવર્સ એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે, જ્યાં વ્યક્તિ શારીરિક રીતે ઉપસ્થિત ના હોવા છતાં, ઉપસ્થિત રહી શકે છે. જેના પરથી કહી શકાય કે, તે માત્ર હવે સોશિયલ મીડિયા સુધી સીમિત નહીં રહે.

આ પણ વાંચો: Facebook to Meta: ફેસબુક પહેલા પણ બદલી ચૂક્યું છે નામ, Meta નામ સૂચવનાર કર્મચારી ભારતીય

કંપનીમાં સિનિયર લીડરશીપ, ચીફ એક્ઝિક્યુટિવનો રોલ અને કોર્પોરેટ સ્ટ્રક્ચર યથાવત રહેશે. ઝુકરબર્ગ ઘણા સમયથી રિબ્રાન્ડિંગ કરી રહ્યા હતા. ઝુકરબર્ગે જણાવ્યું કે, મેટાવર્સ એક નવી ઈકોસિસ્ટમ હશે, જે કન્ટેન્ટ ક્રિએટર્સની જોબ ક્રિએટ કરશે.

આ પણ વાંચો: શું વોટ્સએપથી HD તસવીરો મોકલી શકાય? સરળ સ્ટેપ્સમાં જાણો આવું કેવી રીતે થઈ શકે

સ્કેપ્ટિક્સે કંપની પર ફેસબુક પેપર્સનો વિષય બદલવાની કોશિશ કરી આરોપ લગાવ્યો છે. 17 વર્ષ પહેલા ઝુકરબર્ગે હાર્વર્ડ ડ્રોમ રૂમમાં સ્થાપિત થયા બાદ કેટલાક ડોક્યુમેન્ટ્સ લીક થઈ ગયા હતા. આ ડોક્યુમેન્ટ્સમાં ફેસબુક નફો કમાય છે, તેવું દર્શાવવામાં આવ્યું છે.
First published:

Tags: Facebook, Mark zuckerberg, Meta, Social media

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો