હવે Facebook પર પણ બનાવી શકશો TikTok જેવો વીડિયો, લોન્ચ થઇ આ એપ

News18 Gujarati
Updated: November 11, 2018, 1:36 PM IST
હવે Facebook પર પણ બનાવી શકશો TikTok જેવો વીડિયો, લોન્ચ થઇ આ એપ
ફેસબુકે આ એપ્લિકેશનને ટિક ટોક જેવી એપ્લિકેશન્સને ટક્કર આપવા માટે લોન્ચ કરી છે, જેમાં તમને અનેક પ્રકારનાં ફિલ્ટર્સ મળશે.

ફેસબુકે આ એપ્લિકેશનને ટિક ટોક જેવી એપ્લિકેશન્સને ટક્કર આપવા માટે લોન્ચ કરી છે, જેમાં તમને અનેક પ્રકારનાં ફિલ્ટર્સ મળશે.

  • Share this:
ફેસબુકનો ઉપયોગ કરનારા લોકો માટે સારા સમાચાર છે. કંપનીએ શુક્રવારે લાસો (Lasso) એપ્લિકેશને લોન્ચ કરી છે, જેમાં તમે ટૂંકા અને રમુજી વીડિયોઝ બનાવી શકશો. વીડિયો બનાવવા માટે અનેક પ્રકારનાં ફિલ્ટર્સ છે, જેમા તમે તમારી સ્ટોરીઓ પણ શેર કરી શકશો. એવું કહેવામાં આવે છે કે કંપનીએ આ એપ્લિકેશનને ટિકટોક સાથે ટ્ક્કર આપવા માટે રજૂ કરી છે.

હકીકતમાં, 2017માં, ચીની કંપની બાયટેન્સ ટૅકનોલોજીએ ટૂંકા અને રમુજી વીડિયોઝ માટે મ્યુઝિકલી એપ્લિકેશન રજૂ કરી હતી. જોકે તાજેતરમાં તેનું નામ ટિક-ટોક કરી નાખ્યું હતુ અને હવે ફેસબુકે પણ આ રીતે લાસો એપ્લિકેશન લોન્ચ કરી છે.

હાલમાં, આ સુવિધાનો ફાયદો માત્ર યુ.એસ. યૂઝર્સને જ મળશે. કંપની ક્યારે તેને ભારતમાં લોન્ચ કરશે તે વિશે કોઈ માહિતી પ્રદાન કરવામાં આવી નથી. એક અહેવાલ અનુસાર, યુ.એસ. માં, 2015 પછી, ફેસબુક યૂઝર્સમાં 20 ટકા ઘટાડો થયો છે. ત્યાના યૂઝર્સનોનું માનવુ છે કે તેઓ 69% સ્નેપચેટ, 72% ઇન્સ્ટાગ્રામ અને 85% YouTube નો ઉપયોગ કરી રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે ફેસબુકે લાસો એપ્લિકેશન યૂઝર્સને આકર્ષિત કરવા માટે રજૂ કરી છે.

ફેસબુકે આ સુવિધા ગુપ્ત રૂપે લોન્ચ કરી છે, કંપનીની વેબસાઇટ પર પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ કંપનીના એક પ્રતિનિધિએ ઇમેઇલમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે "લાસો શોર્ટ ફોર્મ, મનોરંજન વીડિયો- કોમેડીથી લઇને ફિટનેસ માટે એક શાનદાર એપ છે. આ એપનો ફાયદો આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સને મળશે.
First published: November 11, 2018, 1:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading