હવે Facebook ઉપર પણ બનાવી શકાશે TikTok જેવો વીડિયો, લોન્ચ થઇ નવી એપ

પ્રતિકાત્મક તસવીર

ફેસબુકનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ શુક્રવારે લાસો (Lasso) એપ લોન્ચ કરી છે.

 • Share this:
  ફેસબુકનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે સારા સમાચાર છે. કંપનીએ શુક્રવારે લાસો (Lasso) એપ લોન્ચ કરી છે. જેમાં યુઝર્સ શોર્ટ અને ફની વીડિયો બનાવી શકે છે. આમાં વીડિયો બનાવવા માટે અનેક પ્રકારના ફિલ્ટર હશે. જેમાં યુઝર્સ પોતાની સ્ટોરીઝ પર શેર કરી શકશે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીએ આ એપ TikTokને ટક્કર આપવા માટે માટે લોન્ચ કરી છે.

  ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ચીનની કંપની વાયેડાન્સ ટેક્નોલોજી (Bytedance Technology)એ શોર્ટ અને ફની વીડિયો માટે Musically એપ રજૂ કરી હતી. જોકે, અત્યારે તેનું નામ ટિકકોટ કરવામાં આવ્યું છે. હવે ફેસબુકે પણ આ પ્રકારની લાસો એપ લોન્ચ કરી છે.

  આ પણ વાંચોઃ- WhatsAppની જેમ હવે Facebookમાં પણ Delete કરી શકશો મોકલેલા Message

  અત્યારે આ ફિચર્સનો ફાયદો માત્ર અમેરિકાના યુઝર્સને મળશે. કંપની આ એપને ભારતમાં ક્યારે લોન્ચ કરશે. એ અંગે કોઇ જાણકારી આપી નથી. એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં 2015 પછી ફેસબુકના યુઝર્સમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. ત્યાંના ટીનેઝ યુઝર્સનું માનવું છે કે, અત્યારના સમયમાં 69% Snapchat,72% Instagram અને 85% YouTubeનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે, ફેસબુકે લાસો એપ યુઝર્સને લલચાવવા માટે લોન્ચ કરી છે.

  ઉલ્લેખનીય છે કે, ફેસબુકે આ ફિચરને એકદમ જ લોન્ચ કરી દીધી છે. એટલું જ નહીં કંપનીએ પોતાની વેબસાઇટ ઉપર પણ આ અંગે કોઇ જાણકારી આપી નથી. પરંતુ કંપનીના એક પ્રતિનિધિએ ઇમેલમાં આપેલા નીવેદનમાં કહ્યું છેકે લાશો શોર્ટ ફોર્મ, મનોરંજક વીડિયો, કોમેડીથી લઇને ફિટનેસ માટેની શાનદાર એપ છે. આ એફનો ફાયોદ આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝ્સ ઉઠાવી શકશે.
  Published by:ankit patel
  First published: