નવી દિલ્હી. સોશિયલ મીડિયા કંપની ફેસબુક (Facebook)એ તેના પ્લેટફોર્મ પર Clubhouse જેવા લાઇવ ઓડિયો રૂમ (Facebook Audio Rooms) અને પોડકાસ્ટ (FB Podcast) શરૂ કર્યા છે. ક્લબહાઉસ (Clubhouse)ને એક ઈન્વાઇટવાળી લાઇવ ઓડિયો એપ્લિકેશનથી ગત એક વર્ષમાં મોટી સફળતા મળી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)પણ આ એપ પર દેખાઈ ચુક્યા છે. ફેસબુકનું કહેવું છે કે તે તેના પ્લેટફોર્મ પર ઓડિયોને વધુ સારું માધ્યમ બનાવવા માંગે છે. અગાઉ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) અને મેસેજિંગ પ્લેટફોર્મ ડિસ્કોર્ડે તેમના લાઇવ ઓડિયો સેગમેન્ટ્સ શરૂ કર્યા છે. માઇક્રોસોફ્ટ (Microsoft)ની માલિકીની લિંક્ડઇન (LinkedIn) અને રેડ્ડિટ પણ ટૂંક સમયમાં આવી પ્રોડકટ લોન્ચ કરી શકે છે.
સ્પીકર્સ 50 શ્રોતાઓની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી
અમેરિકામાં લોકપ્રિય હસ્તીઓ અને કેટલાક ફેસબુક ગ્રુપ iOSનો ઉપયોગ કરીને લાઇવ ઓડિયો રૂમ બનાવી શકશે. જેમાં 50 જેટલા સ્પીકર્સ હશે અને શ્રોતાઓની સંખ્યા પર કોઈ પાબંદી નહીં રહે. ફેસબુકે કહ્યું કે, યુઝર્સ એવા લોકોને પણ બોલાવવા માટે આમંત્રિત કરી શકશે, જેમની પાસે વેરિફાઇડ બેઝ નથી. યુ.એસ. શ્રોતાઓ માટે ફેસબુક પર સિલેક્ટેડ પોડકાસ્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતમાં પણ ક્લબહાઉસના યુઝર્સ છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી વ્યૂહરચનાના નિષ્ણાંત પ્રશાંત કિશોરનું ક્લબહાઉસ સેશન ચર્ચામાં આવ્યું હતું.
ઓડિયો ચેટ આધારીત સોશ્યલ નેટવર્કિંગ એપ કલબહાઉસને ભારતમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. 21 મેના રોજ એન્ડ્રોઇડ પર ક્લબહાઉસ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી. લોન્ચ થયાના પાંચ દિવસમાં જ એટલે કે 25 મે સુધીમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી 1.03 લાખ ડાઉનલોડ થઈ ગયા હતા અને જો iOSના ડાઉનલોડ્સ પણ ઉમેરવામાં આવે તો આ સંખ્યા બે લાખથી વધુ છે.
તાજેતરના અપડેટમાં તેને 30 દિવસની અંદર ભારતમાં 5 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળી ગયા છે, જ્યારે ભારતમાં હવે તે 2 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે. સેન્સર ટાવરના મોબાઇલ ઇનસાઇટ વ્યૂહરચનાકાર ક્રેગ ચેપલેએ CNBC-TV18ને કહ્યું કે ક્લબહાઉસને વિશ્વભરમાં 25.5 મિલિયન ડાઉનલોડ્સ મળી ચુક્યા છે. "ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશન શરૂ થયા પછી ભારતે નંબર 1 દેશ તરીકે સ્થાન મેળવ્યું છે, અહીં અત્યાર સુધીમાં 7.7 મિલિયન ઇન્સ્ટોલ થઇ ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર