નહીં Delete થાય તમારા ફોટો કે વીડિયો, Google Photos નવું ફિચર

News18 Gujarati
Updated: December 3, 2019, 5:26 PM IST
નહીં Delete થાય તમારા ફોટો કે વીડિયો, Google Photos નવું ફિચર
પ્રતિકાત્મક તસવીર

તમામ ડેટા ટ્રાંસફર એનક્રિપ્ટેડ રહેશે અને ટ્રાંસપર પહેલા યુઝર્સ પાસેથી પાસવર્ડ માંગવામાં આવશે.

  • Share this:
સોશિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુક (Social media giant facebook)ને એક ટૂલની જાહેરાત કરી છે. જેણે યુઝર્સનું કામ સરળ કરી દીધું છે. ફેસબુકના નવા ટૂલથી યુઝર્સ ફેસબુકથી પોતાની ફોટો અને વીડિયો સીધા ગૂગલ ફોટોમાં ટ્રાંસફર કરી શકશે. ફેસબુકના આ નવા ફિચરને હાલમાં આર્યલેન્ડમાં રજૂ કરવામાં આવ્યું છે. અને આવનારા વર્ષમાં તેને દુનિયાભરમાં રજૂ કરવાનો વિચાર છે. કંપની આ ટૂલ વિષે ગત વર્ષે ડેટા ટ્રાન્સફર પ્રોજેક્ટ હેઠળ રજૂ કરવાની જાહેરાત કરી હતી.

ફેસબુકના ડેટા ટ્રાંસફર પ્રોડક્ટ એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ટ્વિટરની સાથે મળીને યુઝર્સે પોતાના ડેટા ઓનલાઇન સર્વિસિસ વચ્ચે ટ્રાંસફર કરવાનો એક સરળ ઉપાય ઉપલબ્ધ કરાવ્યો છે. ફેસબુકે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનું મુખ્ય લક્ષ યુઝર્સ માટે અલગ અલગ અને દરેક સાઇઝની સર્વિસ વચ્ચે સિક્યોર રીતે એક સેવાથી બીજી સર્વિસમાં ડેટા ટ્રાંસફર કરવાનો છે. તેનો મતલબ તે થયો કે હવે ફેસબુકથી તમારા ફોટો ડિલિટ નહીં થાય. તે સીધી ગૂગલ ફોટોમાં સેવ રહેશે. આ સેવાઓનો ઉપયોગ કરનાર યુઝર્સનો ડેટા પોર્ટેબલ થઇ જશે.

કંપનીએ બ્લોલ પોસ્ટમાં પણ કહ્યું છે કે તમામ ડેટા ટ્રાંસફર એનક્રિપ્ટેડ રહેશે અને ટ્રાંસપર પહેલા યુઝર્સ પાસેથી પાસવર્ડ માંગવામાં આવશે. ફેસબુક જણાવ્યું કે ડેટા ટ્રાંસફર પ્રોજેક્ટ એક ઓપન સોર્સ પ્લેટફોર્મ રહેશે. જેની મદદથી ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડર્સ પોતાની જરૂરિયાત મુજબ ડેટા ટ્રાંસફર કરી શકશે. નયા ટૂલ ફેસબુક સેટિંગ્સમાં your facebook information હેઠળ રહેશે. અહીં ઇનફોર્મેશન ડાઉનલોડ કરીને ટૂલ હાજર હશે.
First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर