Home /News /tech /

મહિલાઓની સુરક્ષા માટે Facebookનું દમદાર ફીચર, આપોઆપ ડિલિટ થશે વાંધાજનક તસવીરો

મહિલાઓની સુરક્ષા માટે Facebookનું દમદાર ફીચર, આપોઆપ ડિલિટ થશે વાંધાજનક તસવીરો

મહિલાઓની સુરક્ષા માટે ફેસબુકનું ખાસ ફીચર

Women Safety Hub: મેટા (Meta) પ્લેટફોર્મની નિર્દેશક કરુણા નૈને એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, મેટાની આ પહેલા સુનિશ્ચિત કરશે કે તમામ મહિલાઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે.

    નવી દિલ્હી: ફેસબુક મહિલાઓની સુરક્ષાને લઈને એક નવું જ ફીચર લાવી રહ્યું છે. જેમાં હવે મહિલાની સહમતિ વગર તેની વાંધાજનક તસવીરો વાયરલ નહીં થઈ શકે. મેટાએ વિમેન સેફ્ટી (Women Safety) માટે ફેસબુકને StopNCII.org સાથે જોડ્યું છે. આ સાથે જ મેટાએ વિમેન સેફ્ટી હબ (Women Safety Hub) પણ રજૂ કર્યું છે. વિમેન સેફ્ટી હબ 11 ભાષામાં ઉપલબ્ધ બનશે, જેમાં હિન્દી ભાષા (Hindi Language) પણ સામેલ છે. આ વિમેન સેફ્ટી હબમાં મહિલાઓ ફેસબુક પર સુરક્ષિત રહેવા માટે અલગ અલગ ટિપ્સ અંગે જાણકારી મેળવી શકશે. આ માટે તેમને મેટા તરફથી અનેક વિશેષ ટૂલ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    મેટા પ્લેટફોર્મની નિર્દેશક કરુણા નૈને એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, મેટાની આ પહેલા સુનિશ્ચિત કરશે કે તમામ મહિલાઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે. ભાષા સંબધિત કોઈ પ્રકારની કોઈ સમસ્યા ન થાય.

    કેવી રીતે કામ કરે છે StopNCII.orgનું ખાસ ટૂલ

    StopNCII.org એક એવું પ્લેટફોર્મ છે જેનો મુખ્ય ઉદેશ્ય પ્લેટફોર્મ પર સહમતિ વગર કોઈની તસવીર શેર થતી અથવા વાયરલ થતી રોકવી. આ પ્લેટફોર્મ પર પીડિતોને અનેક ટૂલ્સ મળે છે, જેના માધ્યમથી તેઓ પોતાની સમસ્યા અંગે ફરિયાદ કરી શકે છે.

    જ્યારે યૂઝર્સ કોઈ ફરિયાદ કરશે ત્યારે આ પ્લેટફોર્મ એક યૂનિક આઈડીના માધ્યમથી વિવાદિત પોસ્ટ પર એક્શન લેશે. ફેસબુકનું ઑટોમેટિક ટૂલ અપલોડ કરવામાં આવેલા તસવીરોનું સ્કેનિંગ કરે છે. એક વખત ફરિયાદ કરવામાં આવ્યા બાદ એ જ તસવીરને આધારે બેનામ હેશિસ (Anonymised Hashes) અથવા એક ખાસ ડિજિટલ આઈડેન્ટિફાયર જનરેટ કરે છે. આ જ ડિજિટલ ડેટાને આધારે ટૂલ પોતાના પાર્ટનર પ્લેટફોર્મને પણ સ્કેન કરે છે. જ્યારે પણ આ ટૂલ તેના જેવી તસવીર જુઓ છે ત્યારે તેને હટાવી દે છે. જેનાથી અન્ય વ્યક્તિ તેને જોઈ ન શકે.

    રિમૂવલ રેટ 90%

    StopNCII.org તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યાના કિસ્સામાં આ ટૂલનો ફોટો હટાવી દેવાનો એટલે કે સફળતાનો દર 90% છે. વર્ષ 2015થી અત્યારસુધી મહિલાઓ સાથે જોડાયેલી 2 લાખથી વધારે તસવીરો હટાવવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે મેટાએ મહિલાઓની સુરક્ષા માટે Red Dot ફાઉન્ડેશન અને સેન્ટર ફૉર સિસર્ચ (CSR) સાથે પણ ભાગીદારી કરી છે.

    આ પણ વાંચો: FACEBOOK: જાણો કઈ રીતે તમે ફક્ત ફેસબુકના માધ્યમથી જ કરી શકો છો મોટી કમાણી

    મેટાના કહેવા પ્રમાણે ભારતમાં આ સમયે ફક્ત 33 ટકા મહિલાઓ જ સોશિયલ મીડિયાનો વપરાશ કરે છે. પુરુષોની વાત કરીએ તો 67 ટકા ભારતીય પુરુષો હાલ ફેસબુકનો ઉપયોગ કરે છે. મહિલાઓ સુરક્ષાને કારણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી ડરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Facebook, Instagram, ટેકનોલોજી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन