Home /News /tech /Facebook હટાવી રહ્યું છે ‘trending’ને, લાવશે નવું ફિચર

Facebook હટાવી રહ્યું છે ‘trending’ને, લાવશે નવું ફિચર

ચાર વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવેલા‘trending’ને સેક્શનને ફેસબુક પોતાના પેજ પરથી દૂર કરી રહ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ સેક્શન કંઇ ખાસ પોપ્યુલર થયું નહીં અને આ વર્ઝન આઉટડેટેડ થઇ ગયું હતું.

ચાર વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવેલા‘trending’ને સેક્શનને ફેસબુક પોતાના પેજ પરથી દૂર કરી રહ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ સેક્શન કંઇ ખાસ પોપ્યુલર થયું નહીં અને આ વર્ઝન આઉટડેટેડ થઇ ગયું હતું.

    ચાર વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવેલા‘trending’ને સેક્શનને ફેસબુક પોતાના પેજ પરથી દૂર કરી રહ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ સેક્શન કંઇ ખાસ પોપ્યુલર થયું નહીં અને આ વર્ઝન આઉટડેટેડ થઇ ગયું હતું. આ કારણોસર કંપની આ સેક્શનને હટાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટ્રેડિંગ સેક્શનના કારણે કંપનીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં નકલી સમાચાર, રાજકીય સંતુલન અને ખરાબ માનસિકતાના લોકોના સંચાલનમાં કૃત્રિમ ગુપ્ત માહિતીની મર્યાદાઓનો સમાવેશ થાય છે.

    કંપનીએ 2014માં ટ્રેન્ડિંગ ફિચરની શરૂઆત કરી હતી. મુખ્ય ન્યૂઝ ફીડની બાજુમાં હેડલાઇન્સની યાદી દેખાતી હતી. ટ્વિટરના યુઝર્સને પોતાની તરફ આકર્ષવા માટે ફેસબુકે આ સેક્શનની શરૂઆત કરી હતી. મળતી માહિતી પ્રમાણે ટ્રેન્ડિંગ ફિચરને દૂર કરવાની સાથે ફેસબુક હવે બ્રેકિંગ ન્યૂઝ સહિ નવા ફિચર્સ ટેસ્ટ કરી રહ્યું છે. ફેસબુક સ્થાનિક સમચાારપત્રોને વધારે મહત્વ આપવા માંગે છે. ફેસબુકના ન્યૂઝ પ્રોડક્ટના હેડ એલેક્સ હાર્ડિમનને એક જાહેરાત કરતા કહ્યું હતું કે, કંપની હજી પણ બ્રેકિંગ અને રિયલ ટાઇમ ન્યૂઝને લઇને પ્રતિબદ્ધ છે.



    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે લોકો ન્યૂઝ જાણવા માટે મોબાઇલનો ઉપયોગ કરે છે. અને વીડિયોનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. અમે આવી નવી રીતો ઉપર કામ કરી રહ્યા છીએ. જેમાં લોકોને બ્રેકિંગ ન્યૂઝ વિશે માહિતગાર કરે. આ સાથે અમે વિશ્વાસપાત્ર કોન્ટેન્ટ અને ક્વાલિટી સોર્સનું પણ ખાસ ધ્યાન રાખીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ન્યૂઝ ફીડની પોસ્ટમાં બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિકેટર માટે ફેસબુક 80 પબ્લિશર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને યુરોપ જેવા દેશોનો સમાવેશ થાય છે.

    ફેસબુર ઉપર જોઇએ તો ટ્રેન્ડિંગ ન્યૂઝની નીચે એક મેસેઝ લખવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે, આગામી સમયમાં ન્યૂઝના અનુભવને વધારે સારો બનાવવા માટે ટ્રેડિંગ સેક્શન હટાવવામાં આવશે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Breaking News, Facebook, Trending

    विज्ञापन
    विज्ञापन