ન્યૂઝ18 ગુજરાતી: ફેસબુકે મેસેન્જર એપના ફીચર ‘Scan Code’ને દૂર કરવાનો નિર્ણય લીધો છે. સ્કેન કોડ દ્વારા યુઝર સીધો જ કોઇની પણ પ્રોફાઇલ પર પહોંચી શકે છે. સરળ ભાષામાં કહીએ તો જો તમે તમારા ફોન દ્વારા કોઇ બીજાનો કોડ સ્કેન કરશો તો સીધા જ તેની પ્રોફાઇલ પર પહોંચી જશો. ફેસબુકે આપેલી માહિતી પ્રમાણે, સ્કેન કોડને ઓગસ્ટ, 2019માં બંધ કરવામાં આવશે. ફેસબુકે તેની ડેવલોપર વેબસાઇટ પર લખ્યું કે, 15 ઓગસ્ટ, 2019થી મેસેન્જર, સ્કેનિંગ મેસેજિંગ કોડ્સને સપોર્ટ નહીં કરે. તો યુઝર્સ QR કોડનો ઉપયોગ કરી શકે છે.
Scan Code બંધ કરવા પાછળ આ હોઇ શકે છે કારણ
સ્કેન કોડને કેમ બંધ કરાશે, તે અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, આ ફીચર બંધ કરવા પાછળ બે-ત્રણ કારણ હોઇ શકે છે. પહેલું તો એ કે કેટલાક ફોનમાં મેસેન્જર કોડને ડિટેક્ટ કરવામાં મુશ્કેલી આવે છે. સાથે જ મેસેન્જર કોડને સ્કેન કરવું એક લાંબી પ્રોસેસ છે, જે 4 સ્ટેપમાં પૂરી થાય છે. ઉપરાંત ઘણા યુઝર્સ Scan code અંગે અજાણ છે.
ઉપરાંત આ કારણ પણ હોઇ શકે છે કે, સ્કેન રીડરનું ફીચર ફેસબુકમાં પહેલાંથી જ છે. આ માટે તમારે તમારું ફેસબુક ઓપન કરવાનું રહેશે. જ્યાં qr code સર્ચ કરો. આમાં QR scan મળી જશે.
ફેસબુકે હાલમાં જ ડાર્ક મોડ ફીચર યુઝર્સ માટે રોલઆઉટ કર્યું છે. આ ફીચરથી યુઝર્સને ચેટિંગનો એક અલગ જ અનુભવ મળશે. પહેલાં આ ફીચરને એક્ટિવેટ કરવા માટે યુઝર્સને તેમના કોન્ટેક્ટ્સમાંથી કોઇ એકને મૂન ઇમોજી મોકલવી પડતી હતી, પરંતુ હવે આ એક્ટિવેટ કરવા માટે કોઇ મેસેજ નહીં મોકલવો પડે. જો તમે તમારા ફેસબુક મેસેન્જરમાં ડાર્ક મોડ એક્ટિવેટ કરવા માગો છો તો આના માટે પહેલાં એપ ઓપન કરો અને તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. આ પછી તમને ત્યાં Dark Modeનો ટોગલ દેખાશે. આને ઓન કરો, પછી તમારો ફોન ડાર્ક મોડમાં કન્વર્ટ થઇ જશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર