તમારા ફેસબુક એકાઉન્ટની સુરક્ષા માટે મહત્વના સમાચાર! આજથી બદલાઈ રહ્યો છે આ નિયમ

તમારા ફેસબુક એકાઉન્ટની સુરક્ષા માટે મહત્વના સમાચાર! આજથી બદલાઈ રહ્યો છે આ નિયમ
પ્રતિકાત્મક તસવીર

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસબુક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે

 • Share this:
  નવી દિલ્હી : મોટાભાગના લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફેસબુકે જણાવ્યું છે કે મોબાઈલ ડિવાઈસ પર લોગ ઈન કરવા માટે ટુ ફેક્ટર ઓથેંટિકેશન (2FA) લાગુ કરવામાં આવશે. જો તમે ફેસબુકનો ઉપયોગ કરો છો, તો તમારે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસબુક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

  આ પહેલા ફેસબુકે 2017માં ડેસ્કટોપ માટે આ પ્રકારની સુરક્ષાની અનુમતિ આપી હતી. સ્માર્ટફોન યૂઝરે આ નિયમનું પાલન કરવાનું રહેશે, જેથી તેમનું ફેસબુક એકાઉન્ટ સુરક્ષિત રહે. ફેસબુક દ્વારા કરવામાં આવેલ આ નિયમ iOS અને એન્ડ્રોઈડ મોબાઈલ બંને માટે છે. જેથી બંને પ્રકારના ફોનના યૂઝરે આ નિયમ અનુસરવાનો રહેશે.  ટુ ફેક્ટર ઓથેંટિકેશન (2FA)શું છે?

  ટુ ફેક્ટર ઓથેંટિકેશન (2FA)એક સુરક્ષા માટેનું ફીચર છે. ફેસબુકમાં સુરક્ષા માટે નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે તમારા ફેસબુક એકાઉન્ટને કોઈ અન્ય ડિવાઈસથી લોગ ઈન કરવા દરમ્યાન તમારા પાસવર્ડ અને તમારી પાસે ઉપસ્થિત અન્ય વસ્તુની આવશ્યકતાને સુરક્ષિત રાખવા માટે મદદ કરે છે. આ સુરક્ષા નિયમમાં તમારા મોબાઈલ ફોન અથવા ઓથેંટિકેટર એપ પર SMS દ્વારા કોડ મોકલવામાં આવે છે.

  આ પણ વાંચો - વલસાડ : ધરમપુરની એક કોલેજના ટ્રેનર અને વિદ્યાર્થિની પ્રેમ કહાનીનો કરુણ અંત

  ફેસબુકે કહ્યું છે કે, અમે ફેસબુક યૂઝરની સુરક્ષાને ધ્યાનમાં રાખીએ છીએ. ફેસબુક તેના યૂઝરને હેકરથી બચાવવા માટે સુરક્ષિત પ્લેટફોર્મ પૂરૂ પાડવાનું સુનિશ્ચિત કરે છે. સપ્તાહની શરૂઆતમાં ટ્વિટરે યૂઝરને સુરક્ષાના ફીચરનો ઉપયોગ માત્ર ઓથેંટિકેશન પ્રક્રિયારૂપે કરવા માટેની ઘોષણા કરી હતી.

  સોશિયલ મીડિયા પર સુરક્ષા એ હંમેશા એક મહત્વનો અને ચિંતાનો વિષય રહ્યો છે. હંમેશા ચિંતા રહે છે કે કોઈ આપણી પ્રોફાઈલ સાથે છેડછાડ ન કરે. કોઈ તમારી વ્યક્તિગત ચેટ વાંચે તેનું પણ જોખમ રહે છે. જેથી ફેસબુકે આ એક શાનદાર ફીચર લોન્ચ કર્યું છે.
  Published by:News18 Gujarati
  First published:March 19, 2021, 17:26 pm

  ટૉપ ન્યૂઝ