એક મહિનામાં બીજી વાર Facebook, WhatsApp અને ઇન્સ્ટાગ્રામ ડાઉન

News18 Gujarati
Updated: April 15, 2019, 7:09 AM IST
એક મહિનામાં બીજી વાર Facebook, WhatsApp અને ઇન્સ્ટાગ્રામ ડાઉન
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેના યૂઝર્સ પોતાના એકાઉન્ટ ઓપન નથી કરી શકતા

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેના યૂઝર્સ પોતાના એકાઉન્ટ ઓપન નથી કરી શકતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સમગ્ર દુનિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ડાઉન ચાલી રહ્યા છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેના યૂઝર્સ પોતાના એકાઉન્ટ ઓપન નથી કરી શકતા અથવા તો તેમને લિંક ઓપન કરવામાં મુશ્કેલી આવી રહી છે. બીજી તરફ, વોટ્સએપ પર મેસેજ મોકલવા અને રિસીવ કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

ભારતમાં ફેસબુક ઉપયોગ કરનારા કેટલા યૂઝર્સને તેના ડેસ્કટોપ એડિશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી, જોકે મોબાઇલમાં તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.

ફેસબુકમાં આવેલી આ સમસ્યા સાથે જોડાયેલા અહેવાલ આપનારી વેબસાઇટ ડાઉન ડિટેક્ટર મુજબ, ભારતમાં સાંજે 4 વાગ્યાથી આ મુશ્કેલી આવી. ડાઉન ડિટેક્ટરના રિપોર્ટનું માનીએ તો ફેસબુકમાં આવેલી આ મુશ્કેલીની સૌથી વધુ અસર અમેરિકા, મલેશિયા અને તુર્કીમાં પડી છે.

દુનિયાભરના લોકો ટ્વિટર પર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ડાઉન થવાની ફરિયાદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ મહિનામાં બીજી વાર છે જ્યારે ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન ચાલી રહ્યા છે. લગભગ એક મહિના પહેલા જ સમગ્ર દુનિયામાં ફેસબુક ડાઉન થઈ ગયું હતું. લગભગ 24 કલાક બાદ ફેસબુકે સમસ્યા ઉકેલી અને લોકો પોતાના એકાઉન્ટને ઓપન કરી શક્યા. ત્યારે ફેસબુકે સર્વર પ્રોબ્લેમને તેનું કારણ જણાવ્યું હતું.

આ વખતે ત્રણે સાઇટ્સ કયા કારણે બંધ થઇ છે, તે અંગે હાલ ફેસબુક તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.
First published: April 14, 2019, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading